ફોન ચોરી ભાગતી મહિલાને લોકોએ મેથીપાક આપ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઉધનાના ગોપાલનગરના એક મકાનમાંથી મોબાઇલ ચોરી કરી ભાગતી એક મહિલા રંગેહાથે ઝડપાઇ જતાં લોકોએ મેથીપાક ચખાડતાં તેને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી.

ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શનિવારે વહેલી સવારે ઉધનાના પટેલનગર ગોપાલ ડેરી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં એક મહિલાને 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા મોબાઇલ ચોરીને ભાગતાં ઘરની મહિલાએ જોઈ જતાં બુમાબુમ કરતાં લોકોએ ઝડપી પાડી માર માર્યો હતો. મહિલાએ સિવિલમાં તેનુ નામ લક્ષ્મીબેન અજયભાઇ નટ હોવાનું અને સુરત રેલ્વે સ્ટેશન પર રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. ઉધના પોલીસે સિવિલમાંથી મોબાઇલ ચોર મહિલાનો કબજો લઇ પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં મોબાઇલ સ્નેચિંગના બનાવો બની રહ્યા છે., જેમાં ગઠિયાઓ વિવિધ કીમિયા અજમાવીને લોકોના ફોન ખેંચી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...