તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કામદારોનું ખાતું ખોલાવી મજૂરી ચૂકવવા લેબર મિનિસ્ટ્રીનો આદેશ

કામદારોનું ખાતું ખોલાવી મજૂરી ચૂકવવા લેબર મિનિસ્ટ્રીનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયમંડઅને ટેક્ષટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરતના બંન્ને મોટા વેપાર ઉપરાંત છૂટક મજૂરી કરનારાઓની સંખ્યા મળીને 13 લાખની છે. જેમને 500-1000ની નોટ બંધીની અસરથી ઉગારવા શનિવારે લેબર એન્ડ એમ્પલોયમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા નોટીફિકેશન બહાર પાડી બેંકો તથા ઇન્ડસ્ટ્રીઓને તેમના ખાતા ખોલાવી મજૂરી તેમને બેંક હસ્તક આપવાનો સૂચન કરાયું છે.

ટેક્ષટાઇલ સેક્ટરની વાત કરીયે તો 165 ટેક્ષટાઇલ માર્કેટની 60 હજારથી વધુ દુકાનો તેમજ પ્રોસેસિંગ,નિટીંગ તેમજ ટ્રેડિંગની સાથો-સાથ પાર્સલવાળા, પોટલા ઉચકનારા, ટ્રાન્સપોટર્સ તેમજ છૂટક મજૂરી કરતા કામદારોની સંખ્યા 13 લાખની આસપાસ છે. એવામાં ડાયમંડ સેક્ટરમાં 50 હજાર જેટલા નાના મોટા કારખાના શહેરના બંન્ને હીરાબજારોમાં કાર્યરત છે. એમાં પણ કેટલાંક રત્નકલાકરો તથા કામદારોના પગાર રોકડમાં થતાં હોય છે. સાથે ડાઇંગ અને પ્રિન્ટીંગ સેક્ટરમાં મિલ દીઠ કામ કરતાં મજૂરોને થતી મજૂરી આંક 2 લાખથી વધુનો હોય છે.

500-1000ની નોટ પર પ્રતિબંધની વિપરીત અસર હેઠળ શહેરના વેપારી વર્ગ માટે ઉત્પાદન તેમજ મજૂરી ચૂકવણીનો પ્રશ્ન ઉભો થયો હતો. એવામાં સમસ્યાનું નિરાકરણ કરતાં લેબર એન્ડ એમ્પોલયમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા નોટીફિકેશન જાહેર કરાયું હતું. જેમાં કાયમી કે હંગામી ધોરણે કામ કરતાં તમામ કામદારો જેઓ બેંક એકાઉન્ટ નથી ધરાવતા તેમના ફરજીયાત ખાતા ખોલાવી મજૂરી તેમના ખાતામાં જમા કરાવવા અંગેનું સૂચન કરાયું હતું. સાથે 2 ડિસેમ્બર સુધી મહત્મ ખાતા ખોલવા બેંકર્સને પ્રમાણેનું સૂચન કરવામાં આવ્યું હતું.

હાલમાં 5000 નવાં ખાતાં ખોલાયાં

નોટિફિકેશનનેપગલે સ્ટેટ બેંક તથા બી.ઓ.બી દ્વારા પાંડેસરાં, બમરોલી, ઉધના તથા પલસાણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમ્પ લગાડી ખાતા ખોલ્યા હતા. હાલ 5000 જેટલા ખાતા ઓપન કરવામાં આવ્યા છે.ખાતા ખોલ્યા પછી પણ ગેરરિતીનો ભય યથાવત છે. કેટલીક ઇન્ડસ્ટ્રીમાં મજૂરોના ખાતા ખોલાવી મજૂરી કરતાં વધુ રકમ ચૂકવી પરત મેળવી લેવાનું કારસ્થાન ચાલી રહ્યું છે. એવામાં સરકાર દ્વારા ખાતાં ખોલાવવાની નિતિ ગેરરીતીમાં વધારો કરી શકે છે.

2 ડિસેમ્બર સુધીમાં મોટા ભાગના ખાતા ખોલાવવા સૂચન

શહેરના 13 લાખ કામદારોને અનુલક્ષીને નોટિફિકેશન

અન્ય સમાચારો પણ છે...