તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર મહિલાને લોકોનો મેથીપાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનાજલારામનગરમાં આજે સવારે એક મહિલાએ ભીખ માંગવાના બહાને ઘરમાં ઘુસીને મોબાઈલની ચોરી કરતા સ્થાનીકોએ પકડી પાડીને મેથીપાક આપ્યો હતો. ઈજા પામેલી મહિલાચોરને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલમાં લઈ જવાય હતી. જ્યા ઉધના પોલીસે આવીને તેનો કબજો લઈને ચોરીના ગુનામાં મોડીરાત્રે ધરપકડ કરી હતી.

પોલીસ અને સિવિલ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુંસાર ઉધના જલારામનગરમાં રહેતા અને ડ્રાઈગ મિલમાં મીકેનીક તરીકે કામ કરતા જગદીશભાઈ છાપરીયાના ઘરે આજે સવારે એક મહિલા ભીખ માંગવા માટે આવી હતી. સમયે તેમની પત્ની પૂજાપાઠ કરતી હતી અને ધરમાં બે મોબાઈલ ચાર્જીગમાં મુકેલા હતા. મહિલાએ ભીખ માંગવાના બહાને ઘરમાં પ્રવેશીને બે મોબાઈલની ચોરી ત્યાંથી ભાગવા જતા સોસાયટીના નાકા પર પડી ગઈ હતી. જેથી સોસાયટીના રહીશોને આંશકા ગઈ હતી. મહિલા અંગેની હકિકતની લોકોને જાણ થતા લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. મહિલાનું નામ લક્ષ્મી અજય મારવાડી છે અને તે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 ની પાસે ખુલ્લા પ્લોટમાં રહે છે.હાલમાં ઉધના પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...