તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે રાષ્ટ્રસંત જયંતસેન સૂરિજીના 81મા જન્મદિનની ઉજ‌વણી કરાશે

આજે રાષ્ટ્રસંત જયંતસેન સૂરિજીના 81મા જન્મદિનની ઉજ‌વણી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીત્રિસ્તુતિક જૈન સંઘના ગચ્છનાયક રાષ્ટ્રસંત જયંતસેન સૂરિશ્વરજી મહારાજના આજે 81માં જન્મોત્સવની સુરત ત્રિસ્તુતિક જૈન સંઘના ઉપક્રમે પૂજ્ય સાધ્વીશ્રી શશીકલાશ્રીજીના સુશિષ્યા સાધ્વીશ્રી અવિચલદૃષ્ટાશ્રીજીના સુશિષ્યા અમિતદૃષ્ટાશ્રીજીની નિશ્રામાં રાજેન્દ્ર સૂરિ ગુરુમંદિર, ગોપીપુરા ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. ગચ્છાધિપતિના જન્મદિન નિમિત્તે સવારે 6 કલાકે ભક્તામર સ્ત્રોત તથા ગુરુગુણ ઇક્કીસા તેમજ 9:30 કલાકે ગુરુગુણાનુવાદ વ્યાખ્યાન બપોરે ત્રણ વાગ્યે સમૂહ સામાયિક તેમજ સાંજે મુનિસુવ્રત સ્વામીજી તેમજ રાજેન્દ્ર સૂરિ મહારાજને આંગી શણગારવામાં આવશે. રાષ્ટ્રસંત જયંતસેનસૂરિજીનો જન્મ બનાસકાંઠાના થરાન નજીકના પેપરાલ મુકામે થયો હતો તેમણે માત્ર 16 વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને 23 વર્ષની વયે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું. તેમના દીક્ષા પર્યાયને 65 વર્ષ થયા છે અને તેમની નિશ્રામાં અત્યારસુધી અસંખ્ય દીક્ષા અને પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો થયા છે.

તેઓની પ્રેરણાથી અત્યાસુધી 15 તીર્થ સ્થાનોનું ભવ્યાતિભવ્ય નિર્માણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...