તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવરાત્રિ દિવાળીમાં કાપડના જુનો સ્ટોક ક્લીયર: નવું ઉત્પાદન ઓછું

નવરાત્રિ - દિવાળીમાં કાપડના જુનો સ્ટોક ક્લીયર: નવું ઉત્પાદન ઓછું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદીનાવાતાવરણના કારણે પૂરતો વેપાર નહી મેળવી રહેલા ટેક્ષટાઇલ વેપારીઓને નવરાત્રિ અને દિવાળી ફળે તેવું વાતાવરણ સર્જાયું છે. નવરાત્રિ તેમજ દિવાળીના પગલે કાપડનો જુનો સ્ટોક ક્લીયર થઇ રહ્યો છે. પરંતું નવું ઉત્પાદન ધાર્યા કરતાં ઓછું થઇ રહ્યું છે.

કર્ણાટકમાં પાણી સમસ્યાને લઇને સપ્તાહ રહેલો સાઉથ ઇન્ડિયા તરફના ટેક્ષટાઇલ વેપાર બાદ ત્યાંનો વેપાર પણ ક્રમશ: બન્યો છે. નવરાત્રિ - દિવાળીના પગલે હૈદરાબાદ, મધ્યપ્રદેશ, કર્ણાટક, બંગાળ તથા દિલ્હીના માર્કેટમાં કાપડની ખરીદી નીકળી છે. જેમાં દુર્ગાપૂજાના કારણે ટેક્ષટાઇલ વેપારીઓ માટે ત્યાનું કાપડ માર્કેટ ખુલ્લું થયું છે. રોજની 100 થી 150 ટ્રકોમાં ટેક્ષટાઇલ ગુડ્સ એક્ષ્પોર્ટ કરાઈ રહ્યું છે.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે, તહેવારોના લીધે માર્કેટોમાં ખરીદી નીકળી છે. જેના કારણે જુનો સ્ટોક વેપારીઓનો ક્લીયર થઇ રહ્યો છે. પરંતું મંદીની અસર હજુ પણ યથાવત છે. જેના કારણે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળીના એક માસ અગાઉ વેપારની પરિસ્થિતિ ખ્યાલ આવી જતી હોય છે. સાડી, ડ્રેસ મટીરિયલ્સ અને દુપટ્ટાની ખરીદી થઇ રહી છે. પરંતુ નવું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ લગભગ અડધુ છે. બીજી તરફ દિવાળી પર નજર માંડીને બેઠેલા વિવર્સોને પણ દિવાળીના કારણે અંશત: ફાયદો થઇ રહ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં ઉત્પાદન થવાના કારણે હજુ પણ 40 ટકા પાવરલૂમ્સ બંધ છે.

સાડી તથા ડ્રેસ મટીરિયલ્સના બંગાળ તરફથી મળતા ઓર્ડર પ્રમાણે ઉત્પાદન

અન્ય સમાચારો પણ છે...