જીવનમાં જે સહન કરે તે સિદ્ધ બને છેઃ પં. પદ્મદર્શન

Surat - જીવનમાં જે સહન કરે તે સિદ્ધ બને છેઃ પં. પદ્મદર્શન

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:36 AM IST
આરધના દરમિયાન ભગવાને પોતે અનેક કષ્ટો સહન કર્યા હતા. કર્મોને પીલવા માટે સાડાબાર વર્ષની ઉપાસનામાં તેમણે સહન કરેલા કષ્ટોનો સંદેશ જ એ છે કે જીવનમાં જે સહન કરે તે સિદ્ધ બને. સિદ્ધ બનાવ સહનશક્તિ જરૂરી છે. પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે પર્યુષણ પર્વમાં આ શબ્દો કહ્યાં હતા.

ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજયની નિશ્રામાં પ્રભુ વીરને ચોસઠ ઇિન્દ્રો દ્વારા અભિષેકની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભૌતિક સુખ સગવડો માનવીને પાંગળા બનાવી દે છે. આજે જેમ સુખો વધતાં જાય છે, તેમ દેહ કથળતો જાય છે. આથી જ જૈન સાધુઓ પ્રકૃતિપ્રેમી છે. પ્રકૃતિની સાથે જીવમાત્રની સાથે સહવાસનો સંદેશ પ્રભુ વીરના ચરિત્ર પરથી મળે છે. જીવનના કષ્ટોને અકળાયા વગર પ્રતિકાર કરવો એ તેમનો સંદેશ છે. જે બીજાને ડરાવે તેણે પોતે જ અંતે ડરવું પડે છે. અનેક કષ્ટો સહન કર્યા તો પ્રભુ વીર અરિહંત પદને પામ્યા. તેમના સાધનાકાળમાંથી ત્રણ પ્રેરણાઓ જગતને મળે છે. સંકટોનો સ્વીકાર કરો. ખરાબ કર્મોની સામે જંગ લડો. માનવ ભવમાં જ આ તક મળે છે. અંતિમ પ્રેરણા ભીતરમાં પલાંઠીવાળીને બેસો. જગતથી નિષ્ક્રીય થઈ આંતરિક ચેતના વધારો. લાઠીથી કોઈને સુધારી શકાતું નથી. જીવનમાં જે કાંઈ બને તે કર્માધીન છે. આ પ્રસંગે સંઘના એકહજારથી વધુ શ્રાવકોએ ભગવાનના અભિષેક છપ્પન દિકકુમારીકા મહોત્સવ સહિતના પ્રસંગોના વધામણાં કર્યા હતા. આજે ભગવાનના મોક્ષકલ્યાણક સહિતના પ્રસંગો પર વિવેચન કરવામાં આવશે.

X
Surat - જીવનમાં જે સહન કરે તે સિદ્ધ બને છેઃ પં. પદ્મદર્શન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી