તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ભટારની મધુરમ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ગેસ સપ્લાયનાં ધાંધિયાં

ભટારની મધુરમ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ગેસ સપ્લાયનાં ધાંધિયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેસ સપ્લાયને લઇને પખવાડિયામાં સતત ત્રીજી વખત સમસ્યા સર્જાઇ છે. અગાઉ ઉધના મગદલ્લા વિસ્તારમાં ખોદકામથી 3 દિવસ સુધી હેરાન થયા હતા. આવી જ બીજી ઘટના શહેરના ભટાર વિસ્તારમાં બની છે. તા.25મી સપ્ટેમ્બરથી ભટાર ચાર રસ્તા નજીક આવેલી મધુરમ સોસાયટીમાં સપ્લાય થતી મેઇન પાઇપમાં કોઇક કારણોસર ડેમેજ થતાં ગેસ પુરવઠો બંધ કરાયો હતો. આ અંગે ત્યાંના સ્થાનિકોના જ્ણાવ્યાનુસાર, છેલ્લાં 10 દિવસમાં અમે ગેસ કંપનીને રજુઆત કરી હતી તો તેમણે જ્ણાવ્યું હતું કે ડેમેજ ક્યાં થયો છે તે જાણવા રોડ ખોદવો પડશે અને પાલિકા પરવાનગી આપી રહી નથી. ઘરડા, બાળકોની સાથો જૈન કોમ્યુનિટીની સાથે સંકળેયેલા લોકોને પણ હેરાનગતિ વેઠવી પડે છે.સોસાયટીમાં 90 ઘરો છે જેમાંથી 70થી વધુ ઘરોમાં પાઇપલાઇન કનેકશન છે.આ અંગે ગુજરાત ગેસ કંપનીના એક સર્વોચ્ય પદના અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે, મેઇન રોડની નીચેથી પસાર થતી પાઇપમાં ડેમેજ સર્જાયું છે. તે ક્યાં કારણોસર સર્જાયું છે તે અંગે જ્યાં સુધી રોડ ખોદીને તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી કઇ કહી ન શકાય.

સામાન્ય રીતે વરસાદ પછી શોર્ટ શર્કીટ કે ડ્રેનેજ લાઇનમાં ફોલ્ટથી ગેસ લાઇન ડેમેજ થતી હોઇ છે. શનિવારથી ખોદકામ કરવાની પરવાનગી આપી છે. 2 થી 3 દિવસમાં સ્થિતિ કંટ્રોલમાં આવી જશે.

યોગ્ય ઉકેલ નથી આવતો
તા.25 સપ્ટેમ્બરથી ગેસ સપ્લાય બંધ થયા બાદ ગેસ કંપનીની એક ગાડી આવે છે. તેમને પુછવા પર જવાબ એવો આપવામાં આવે છે કે, પાલિકા રોડ ખોદવાની પરવાનગી આપતી નથી. જેના કારણે ફોલ્ટનો ઉકેલ આવી શકતો નથી. શાલિની અગ્રવાલ,ગૃહિણી,મધુરમ સોસાયટી

રોજિંદા કામો અટવાય છે
સવારે 7 થી 11 અને સાંજે 6 થી 9 સુધી ગેસ સપ્લાય આપવામાં આવે છે. જેના કારણે રોજીંદા કામો અટવાય ગયા છે. ફરિયાદો છતાં યોગ્ય ઉકેલ આપવામાં આવતો નથી. અનુ અગ્રવાલ, ગૃહિણી, મધુરમ સોસાયટી

અન્ય સમાચારો પણ છે...