શ્રી કહાર માછી સમાજ સુરત દ્વારા ડક્કઓવરના તમામ સભ્યોએ સરકારના નદીમાં પ્રતિમા વિસર્જન નહીં કરવાના નિર્ણયને આવકાર્યો હતો. તેની સાથે પાલિકાને પ્રતિમા વિસર્જન માટે જે કંઈપણ સહકાર જોઈએ તે આપવાની તૈયારી દર્શાવી હતી. ગત વર્ષે ફક્ત ડક્કા ઓવારા પર નવહજાર કરતા વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.