તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat દિવાળી સુધી નવા ટ્રેડર્સ સાથે ધંધો ન કરવો : એમ્બ્રોઇડરી અને થ્રેડ એસો.

દિવાળી સુધી નવા ટ્રેડર્સ સાથે ધંધો ન કરવો : એમ્બ્રોઇડરી અને થ્રેડ એસો.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શુક્રવારે આઇમાતા ચોક ખાતે નવનિર્મિત બનેલા એમ્બ્રોઇડરી અને થ્રેડ એસોસિએશનની મીટિંગમાં નવા ટેક્સટાઇલ ટ્રેડર્સ સાથે દિવાળી સુધી વેપાર નહીં કરવા જાહેરાત કરાઈ છે. જેમાં વિવિધ વિસ્તારના થ્રેડ એન્ડ જરીને લગતાં તમામ મેન્યુફેક્ચર, ટ્રેડર્સ તેમજ ડીલર્સ હાજર રહ્યા હતા. મીટિંગમાં એસોસિયેશન દ્વારા અગાઉ નક્કી કરાયેલા નિયમો જેવા કે, વેપાર શરૂ કરવા પહેલાં કોરો ચેક આપવો, બિલની ચુકવણી 30 દિવસમાં કરવી તેમ જ જો બીજા 30 દિવસ થાય તો તેની સાથે 18 ટકા વ્યાજ જોડીને વસૂલાત કરવી, કોઈ પણ વેપારીનાં ત્રણ બિલ સાથે ભેગાં થાય અને પેમેન્ટ ન આપી શકે તેવી સ્થિતિમાં બધા સપ્લાયર માલ રોકી દે, કોઈ નિયમ તોડે તો તેને દંડની જોગવાઈ વગેરે નિયમો પર ચર્ચા કરાઈ હતી. એસોસિયેશનના અગ્રણી કમલ અગ્રવાલે કહ્યુંકે, હાલ એસોસિયેશનમાં 450 મેમ્બર રજિસ્ટર્ડ થયા છે.

અન્ય સમાચારો પણ છે...