બંધ પડેલી કંપનીનો સામાન ભરીને જતો ટેમ્પો ઝડપાયો

અંકલેશ્વર પોલીસે પેટ્રોલિંગમાં પર્દાફાશ કર્યો છ લાખનો મુદ્દામાલ જપ્ત, 4ની ધરપકડ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - બંધ પડેલી કંપનીનો સામાન ભરીને જતો ટેમ્પો ઝડપાયો
અંકલેશ્વર શહેર પોલીસે ટોલ પ્લાઝા પાસેથી શંકાસ્પદ એસએસના સામાનનો જથ્થા ભરેલ ટેમ્પા સાથે ચાર ઈસમોની અટકાયત હતી. ભરૂચ પેરોલ ફર્લો સ્કોવડે રૂપિયા 6 લાખ 97,500નાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એસએસનો સામાન કરજણના બામણ ગામની બંધ મોર્ડન પેટ્રોફીલ્સનો હોવાનું બહાર આવ્યું હતું.

ભરૂચ પેરોલ સ્કોવડે એક ટેમ્પો એસ.એસ નો સામાન ભરીને કરજણ તરફથી કેટલાક ઇસમો સુરત તરફ જવાના હોવાની માહિતી આધારે મુલદ ચોકડી ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ એસએસના સામાનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોના ચાલક નાનુરામ હટાગેલ પાસે શંકાસ્પદ સામાન અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સઘન પૂછપરછ કરી હતી. જેમાં આ જથ્થો કરજણના બામણ ગામ નજીક બંધ પડેલી મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીના ડાઈના મશીનનો સામાન હોવાની કબુલાત કરી હતી. પોલીસે 4.88.600 લાખનો 3440 કિલોગ્રામ ડાઇંગ મશીનનો સામાન અને 2 લાખનો ટેમ્પો તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6.97.500 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ડ્રાઈવરની વધુ પૂછપરછમાં સુરતના મહમદ ખાન બુરહાન ખાન પઠાણ, આરીફ પીજારી તથા સુરેન્દ્ર દુબે નામ ખુલતા પોલીસે ટીમની પણ અટકાયત કરી કાર્યવાહી કરી વડોદરા પોલીસને જાણ કરી હતી.

X
Surat - બંધ પડેલી કંપનીનો સામાન ભરીને જતો ટેમ્પો ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App