અંકલેશ્વરમાં અલગ અલગ 3 અકસ્માતમાં 2 મોત, 3 ઘાયલ

Surat - અંકલેશ્વરમાં અલગ અલગ 3 
 અકસ્માતમાં 2 મોત, 3 ઘાયલ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:36 AM IST
અંકલેશ્વરમાં ત્રણ અકસ્માતોમાં 2ના મોત અને 3 ઈસમોને ઇજા પહોંચી હતી. રાત્રીના અંકલેશ્વરના કોસમડી ટર્નીંગ પાસે ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે પીરામણ આમલા ખાડી બ્રિજ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું મોત તેમજ એકને ઇજા હતી. બાકરોલ બ્રિજ પાસે કાર અકસમાતમાં 2ને ઇજા પહોંચી હતી.

અંકલેશ્વરની અન્સારમાર્કેટમાં રહેતા સાબાત અલી શાહ અને સલમાન અબ્દુલ ગફાર ખાન બાઈક પર પીરામણ તરફ સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં હતાં ત્યારે કારે બાઇકને અડફેટે લેતા સલમાન અબ્દુલ ખાન અને સાબાત અલી શાહને ઈજા પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સલમાન અબ્દુલ ખાનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.જો કે કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

વાલિયાના સાબરીયા ગામમાં રહેતા રવીન્દ્રભાઈ ચૌધરી રાત્રે બાઇક લઈ કોસમડી વળાંક પાસેથી પસાર થતાં હતા ત્યારે અજાણ્યા ટેન્કરના ચાલકે બાઇકને ટક્કર મારતા રવીન્દ્ર ચૌધરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક રવીન્દ્ર ચૌધરી વાલિયા તાલુકા પંચાયતના સભ્ય સંગીતાબેન ચૌધરીના પતિ હોવાનું જાણવા મળ્યું છે.

નેશનલ હાઇવે બાકરોલ બ્રિજ સનફાર્મા ચોકડી નજીક સુરત તરફથી આવતી કાર ચાલક ટેન્કર પાછળ ભટકતા કારનો ખુરદો બોલી ગયો હતો. કારમાં બેસેલા સુરત વરાછાના કિશોર પટેલ તેમજ અન્ય એક ઈસમને ઇજા પહોંચી હતી. જેમને દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

X
Surat - અંકલેશ્વરમાં અલગ અલગ 3 
 અકસ્માતમાં 2 મોત, 3 ઘાયલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી