ખટોદરામાં નકલી પોલીસ બની રાહદારીઓને લૂંટતો યુવક ઝબ્બે

સુરત ઃ ખટોદરામાં નકલી પોલીસ બનીને રાહદારીઓને રસ્તામાં લૂંટનારા 2 પૈકી 1ને ખટોદરા પોલીસે ઝડપી લીધો છે. ખરવરનગર...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - ખટોદરામાં નકલી પોલીસ બની રાહદારીઓને લૂંટતો યુવક ઝબ્બે
સુરત ઃ ખટોદરામાં નકલી પોલીસ બનીને રાહદારીઓને રસ્તામાં લૂંટનારા 2 પૈકી 1ને ખટોદરા પોલીસે ઝડપી લીધો છે. ખરવરનગર બ્રીજ પાસેથી આરોપી પ્રકાશસિંગ મહેશસિંગને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 2 ફોન, 1 બાઇક કબજે કરી છે. આરોપીએ કબૂલ્યું કે તેના મિત્ર સુરજ પાંડે સાથે નકલી પોલીસ બની 2ને અલગ-અલગ સમયે રસ્તામાં આંતર્યા બાદમાં ‘જડતી લેવાની છે’ કહીને ખિસ્સામાંથી ફોન અને રૂપિયા કાઢી લીધા હતા. બીજા બનાવમાં ભેસ્તાનના આકાશ રેસીડેન્સીમાં રહેતા દિલીપ જેસ્વાલને ખરવરનગર બ્રીજ પાસે પ્રકાશસિંગ તેના સાગરીતે રસ્તામાં આંતરીને ફોન-રોકડા 1600 કાઢી લીધા હતા. બીજા બનાવમાં પાંડેસરામાં પિયુષ પોઇન્ટ પાસે અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા જીતેશ ગોરીવાલને રસ્તામાં આંતરીને 15,400 રૂપિયા લઇ લીધા હતાઅને બંને ફરાર થઈ ગયા હતા.

X
Surat - ખટોદરામાં નકલી પોલીસ બની રાહદારીઓને લૂંટતો યુવક ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App