• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - યુવકની હત્યામાં પોલીસે હથિયાર કબજે ન કરતાં પત્ની નિર્દોષ જાહેર

યુવકની હત્યામાં પોલીસે હથિયાર કબજે ન કરતાં પત્ની નિર્દોષ જાહેર

પલસાણામાં આંતરિક ઝઘડામાં પતિની પત્નીએ જ હત્યા કરી હતી આ કેસમાં અન્ય એક મહિલાને પણ કોર્ટે નિર્દોષ જાહેર...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - યુવકની હત્યામાં પોલીસે હથિયાર કબજે ન કરતાં પત્ની નિર્દોષ જાહેર
વર્ષ 2013 દરમ્યાન પલસાણાના સોયાણી ગામની એક મહિલાએ પતિ સાથેના ઝઘડામાં તેની હત્યા કરી હોવાનો કેસ મંગળવારે કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં તે મહિલા સહિતના વધુ 1 આરોપીના વકીલ તરફે થયેલી દલીલો બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી છોડી દેવાનો હુકમ કર્યો છે.

પલસાણા પોલીસમાં વર્ષ 2013માં પલસાણા ગોપીનાથ સોસાયટીમાં આવેલી ધાનેશ્વરરી કોમ્પલેક્ષમાં રહેતા મીનાબેન સોલંકીનો પતિ સાથે ઝઘડો થયો હતો. જેમાં પતિ અરવિંદ સોલંકીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ મામલે પલસાણા પોલીસે પત્ની ‌મીનાબેન તથા શારદાબેન જયરાજભાઇ હીરાણીની ધરપકડ કરી હતી. બંને મહિલાઓ હાલ જામીન પર મુક્ત હતી.

મંગળવારે આ કેસની કોર્ટમાં સુનાવણી થઇ હતી જેમાં એડવોકેટ રઘુ ટી.ભોઇ અને મમતા દાયમાં આરોપીઓ તરફે હાજર રહી, જે હથિયારથી ઇજા કરાઇ હોવાનું જણાવાઇ રહ્યું છે. તેવા કોઇ પણ પ્રકારના હથિયાર આરોપીઓ પાસેથી કબજે લેવાયા નથી. આ સાથે મરનાર અરવિંદ સોલંકી પત્ની મીનાને અસહ્ય ત્રાસ આપવાની સાથે નાની પુત્રીને સીગારેટના ડામ આપી ગરમ તેલથી દઝાડી શારીરિક ત્રાસ ગુજારતા હતા. તેમજ અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ ધરાવતા હોવાની સાથે દારૂ પીવાની કુટેવ હોવાની દલીલો કરાઇ હતી. ફરિયાદ પક્ષે પુરાવાઓ કે સાક્ષીઓ સાથે કોઇ પણ પ્રકારના ચેડા ન કરાયાની દલીલો કોર્ટ સમક્ષ મુકી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ શારદા હીરાણી, મીનાબેન સોલંકીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

X
Surat - યુવકની હત્યામાં પોલીસે હથિયાર કબજે ન કરતાં પત્ની નિર્દોષ જાહેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App