• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - નેત્રંગના નિવૃત્ત શિક્ષકને બ્રેઇન્ડેડ જાહેર, કિડનીથી 2 લોકોને જીવનદાન મળ્યું

નેત્રંગના નિવૃત્ત શિક્ષકને બ્રેઇન્ડેડ જાહેર, કિડનીથી 2 લોકોને જીવનદાન મળ્યું

સુરત ઃ ભરૂચ જિલ્લાના નેત્રંગના નિવૃત્ત શિક્ષક જયંતીભાઈ વસાવા અંગદાન થકી સમાજને અંગદાનનો સંદેશો આપતા ગયા હતા. ગત્...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - નેત્રંગના નિવૃત્ત શિક્ષકને બ્રેઇન્ડેડ જાહેર, કિડનીથી 2 લોકોને જીવનદાન મળ્યું
સુરત ઃ ભરૂચ જિલ્લાના નેત્રંગના નિવૃત્ત શિક્ષક જયંતીભાઈ વસાવા અંગદાન થકી સમાજને અંગદાનનો સંદેશો આપતા ગયા હતા. ગત્ ૮ સપ્ટેમ્બરે જયંતીભાઈ વસાવા (59)બાઇક પર સવારે ઘરેથી ગાંધી બજારમાં આવેલ જલારામબાપાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે નેત્રંગ ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં પડી ગયા હતા. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઇ થતાં તાત્કાલિક નેત્રંગની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરમાં આવેલ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરાયા. નિદાન માટે સીટી-સ્કેન કરાવતાં બ્રેન હેમરેજનું જણાતા સુરત મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા. 10મીએ ન્યુરોસર્જને જયંતીભાઈને બ્રેનડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો સંપર્ક કરાતાં અંગદાનનો નિર્ણય પરિવારે લીધો હતો. દાનની એક કિડની અમદાવાદના રહેવાસી જગદીશ પટેલ (53), બીજી કિડની પાટણના રહેવાસી કૈલાશબેન રમણલાલ પ્રજાપતિ(51)માં ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.

X
Surat - નેત્રંગના નિવૃત્ત શિક્ષકને બ્રેઇન્ડેડ જાહેર, કિડનીથી 2 લોકોને જીવનદાન મળ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App