તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દુર્યોધનના પાત્ર પાસેથી પણ શીખવાનું મળે : રશ્મિરત્નસૂરિ

દુર્યોધનના પાત્ર પાસેથી પણ શીખવાનું મળે : રશ્મિરત્નસૂરિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાભારતના દરેક પાત્રોમાં કંઈકને કંઈક સંદેશ છે. તેમાં શ્રીકૃષ્ણ અને અર્જુન એટલે ભગવાન અને ભક્ત છે, તો શકુનિ અને દુર્યોધન એ માનવીના મનના શેતાનો છે. જીવનમાં દુર્યોધનના પાત્ર પાસેથી પણ શીખવાનું મળે છે. આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજે ઉમરા જૈન સંઘમાં આ શબ્દો કહ્યાં હતા.

આજે રવિવારના રોજ ઉમરા જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં દુર્યોધનના જીવન પર આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજ વિવેચન કરશે. આ અંગે રશ્મિરત્નસૂરિ મહારાજે કહ્યું કે તમારી આસપાસના જીવંત પાત્રોમાં દરેકમાં કંઈકને કંઈક સંદેશ છે. એજ રીતે મહાભારત હોય, રામાયણ હોય કે તીર્થંકર ભગવંતોની ચરિત્રો હોય. તેમના જીવન પર ચિંતન કરશો તો કંઈક નવું પામશો. આ એવું પામશો કે તમારા જીવનની દિશા બદલાઈ શકે છે. આજની યુવાપેઢીમાં ચારિત્ર્ય કરતા ઝાકમઝાળ વિશેષ જોવા મળે છે. જલદી કંઈક પામવાની અપેક્ષાએ મૂલ્યો ભૂલી રહ્યાં છે. એવા સમયે આ નવી પેઢીને જાગૃત કરવાની જરૂર છે. દુર્યોધને ભલે પાંડવોની સત્તા છીનવી પણ તેના ચારિત્ર્યમાં ગરીબી જોવા મળશે. આજની પેઢીએ એના પર ચિંતન કરી પોતાના દોષો દુર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે સમારોહમાં રવિવારીય શિબિરમાં દુર્યોધનની સાત ગરીબી પર વિવેચનની જાહેરાત કરાઈ હતી. તેની સાથે મુનિ મોક્ષાંગરત્નવિજય ધ મેજિક ઓફ મોટીવેશન અને મુનિ દીક્ષિતરત્નવિજય ધ આઈડીયલ શ્રાવક વિષય પર વિવેચન કરશે.

અન્ય સમાચારો પણ છે...