અડાજણમાં રહેતા બેલદારનો ઝેરી દવા પી આપઘાત

સુરત : અડાજણના લાલજીનગર પાસે એસએમસી કવાર્ટસમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની પ્રવીણ બોરસે (ઉ.વ.૨૮) રાંદેર ઝોનના...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - અડાજણમાં રહેતા બેલદારનો ઝેરી દવા પી આપઘાત
સુરત : અડાજણના લાલજીનગર પાસે એસએમસી કવાર્ટસમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની પ્રવીણ બોરસે (ઉ.વ.૨૮) રાંદેર ઝોનના રામનગર વોર્ડ ઓફિસમાં બેલદાર હતો. 5 મ‌હિના પહેલા જ પ્રવીણના લગ્ન થયા હતા. સોમવારની રાત્રે પ્રવીણ રાંદેરનાં પાકિસ્તાન મહોલ્લા પાસે જાહેરમાં ઝેરી દવા ગટગટાવી ઘરે પહોંચ્યો હતો. પ્રવીણને ઘરે ઉલ્ટીઓ થતાં ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોત પાછળનું કારણ બહાર આવ્યું નથી. બીજા એક બનાવમાં મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ કાપોદ્રા ચંચળ કોલોની ખાતે ચંદ્રવલી મોર્યાએ ગત મોડી સાંજે ઘરે લોખંડની એંગલ સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ‌સ્મિમેર હો‌સ્પિટલ ખસેડાઇ હતી. ચંદ્રવલી મોર્યા બે મ‌હિના પહેલા જ વતનથી સુરત આવ્યા હતા. નોકરી ધંધા માટે સુરત આવેલા ચંદ્રવલી લુમ્સ કારખાનામાં કામ કરતા હતા. ગઇ કાલે વતનમાં આવેલી જમીન અંગે તેણે ભાઇઓ સાથે વાત કરી હતી.

X
Surat - અડાજણમાં રહેતા બેલદારનો ઝેરી દવા પી આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App