તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આંધ્ર પ્રદેશનો વેપારી માર્કેટના 32 વેપારીઓ પાસેથી 3.19 કરોડનું કાપડ ખરીદીને ફરાર

આંધ્ર પ્રદેશનો વેપારી માર્કેટના 32 વેપારીઓ પાસેથી 3.19 કરોડનું કાપડ ખરીદીને ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર|સુરત : આંધપ્રદેશના વેપારીએ દલાલ હસ્તકે 32 વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ 3.19 કરોડનું ઉઠમણું કરી ભાગી જતાં સલાબતપુરા પોલીસમાં દલાલે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આંધપ્રદેશના વેપારીએ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. અન્ય એક છેતરપિંડીનો બનાવ રિંગરોડની કોહીનૂર માર્કેટમાં બન્યો છે. જેમાં બે વેપારીઓએ દલાલ મારફતે રૂપિયા 55.88 લાખનો ગ્રે-કાપડનો માલ લઈને નાણા ચાંઉ કર્યા છે.

રિંગ રોડની કોહીનૂર માર્કેટના વેપારીએ 55.88 લાખની છેતરપિંડી કરી
રિંગરોડની અંબાજી માર્કેટમાં કાપડ દલાલ મનીષ જૈન પાસેથી આંધ્રપ્રદેશના વેપારી ધર્મરાજ સીનારાજુએ કાપડનો માલ ક્રેડિટ પર લેતો હતો. શરૂઆતમાં આંધ્રપ્રદેશના વેપારીએ રેગ્યુલર રૂપિયા આપી દેતો હતો. બાદમાં થોડા સમય પછી આંધ્રપ્રદેશ વેપારીએ મોટાપાયે કાપડનો ધંધો શરૂ કરવાની વાત કરી હતી. જેથી દલાલે સુરતના માર્કેટ વિસ્તારોના 33 વેપારીઓ પાસેથી આંધ્રપ્રદેશના વેપારીને જાન્યુઆરી-2016 થી જાન્યુઆરી-2017 સુધીમાં 3.19 કરોડનો કાપડનો માલ ક્રેડિટ પર લઈને દલાલે ટ્રાન્સપોર્ટ મોકલી આપ્યો હતો. વેપારીઓએ કાપડ દલાલ મનીષ જૈન હસ્તકે માલ આપ્યો હતો. બે મહિના પછી બાકી નીકળતી કરોડોની રકમ ન આપતાં કાપડ દલાલ આંધપ્રદેશમાં તેની દુકાને પહોંચી ગયા હતા. ત્યાં પણ વેપારીએ અત્યારે મંદી છે થોડો સમય થોભી જાઓ એમ કહીને વાયદાઓ કર્યા હતા. બીજી તરફ કાપડ દલાલ પાસે સુરતના વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી. જેથી કાપડ દલાલની હાલત કફોડી બની હતી. કાપડ દલાલે વેપારીઓને વાત કરાવી છતાં આંધપ્રદેશનો વેપારી ગાંઠતો ન હતો. ઉપરથી સુરતના વેપારીઓને પણ ધમકી આપતો હતો. છેવટે કાપડ દલાલ આપવાની વાત કરી આંધ્રપ્રદેશના વેપારી મનીષ જૈનએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આંધપ્રદેશના અડોની કર્નુલ જિલ્લાના ધર્મરાજ સીનારાજ ચેટ્ટી સામે ગુનો નોંધ્યો છે. ધર્મરાજની ગણપતિ સાડી નામે તમિલનાડુમાં તેમજ શ્રી મણીકંટા, મજુનાથા, એમડી ધર્મરાજ તેમજ મહાલક્ષ્મી સાડીના નામે આંધપ્રદેશમાં પણ સાડીનો ધંધો કરતો હતો.

રાજસ્થાનના વતની સિટીલાઈટ પર રહેતા મનીષ જાલમચંદ જૈનએ રિંગરોડની અંબાજી માર્કેટમાં કાપડ દલાલીની ઓફિસ છે. તેઓ માર્કેટમાં વિસ્તારમાં વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના વેપારીઓને મોકલાવતા હતા. 2006માં કાપડ દલાલની ધર્મરાજ ચેટ્ટી સાથે ઓળખાણ થઈ હતી. રિંગરોડની કોહીનૂર માર્કેટના બે વેપારી સેંધા પટેલ અને મહેન્દ્ર પટેલે દલાલ યોગેશ કાપડીયા હસ્તકે 11 વીવર્સો પાસેથી ગ્રે-કાપડનો માલ 55.88 લાખનો ક્રેડિટ પર લીધો હતો. બંને વેપારીએ 2 મહિનામાં પેમેન્ટ આપવાની વાત કરી હતી. 2 મહિના પછી વીવર્સોએ ઉઘરાણી શરૂ કરતાં થોડા જ વખતમાં બંને વેપારીઓ કાપડનો માલ સગેવગે કરીને દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે કાપડ દલાલ યોગેશ કાપડીયા(રહે, ભાઠેના), વેપારી સેંધા માધા પટેલ તથા મહેન્દ્ર કાંતિ પટેલ(બંને રહે,ગોગા ફ્લેટ્સ, ઉધના ઉદ્યોગનગર)ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોટાદના હીરાવેપારીએ રૂપિયા 30.91 લાખના હીરા ખરીદી ઠગાઈ કરી
ક્રાઇમ રિપોર્ટર | સુરત

મહિધરપુરામાં હીરાના વેપારી પાસેથી કાચા હીરાનો માલ 30.91 લાખનો લઈને નાણા નહિ આપતા બોટાદના વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અડાજણ હનીપાર્ક રોડ પર પ્રતિક રો હાઉસમાં રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર કરતા હીતેશ સુરેશ હાલાણીએ નવેમ્બર-11 માં બોટાદના હીરાના વેપારી ઘનશ્યામ ડાહ્યાભાઈ પટેલને કાચા હીરા 31584 કેરેટના 30.97 લાખના આંગણડીયામાં મોકલાવ્યા હતા. બે મહિનામાં નાણા આપવાની વાત કરી હતી. તેમ છતાં નાણા નહિ આપી હીરાના વેપારીને ધમકી આપી હતી. જેના કારણે વેપારી હીતેશ હાલાણીએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી. પોલીસે બોટાદના વેપારી ઘનશ્યામ ડાહ્યાભાઈ પટેલ(રહે,સમઢીથાળા નં-1, બોટાદ)ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...