તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં એક જ રાતમાં 45 મિનિટમાં 4 ફોનની ચીલઝડપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં એક જ રાતમાં 45 મિનિટમાં ચાર મોબાઈલ તફડાવી ગયા હતા. ઉમરા પોલીસમાં બે, ખટોદરા અને રાંદેર એક-એક ફરિયાદ નોંધાય છે.

અડાજણ અક્ષરધામ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ અરવિંદભાઈ મહેતા ઘોડદોડ રોડ પીએફ ઓફિસની સામેથી પસાર થતા હતા તે વખતે બે બદમાશોએ તેમના ખિસ્સામાંથી 9 હજારનો ફોન તફડાવી બાઈક પર રફુચક્કર થઈ ગયા હતા.

રાંદેર જીવનવિહાર સોસાયટીમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સાયરસ ફરામરોઝ ભમગરા રિંગરોડની સામે ચાન્લેસર બિલ્ડિંગની પાસેથી પસાર થતા હતા તે વેળા તેમના હાથમાંથી મોબાઈલ ચીલઝડપ કરી બે શખ્સો બાઈક પર ભાગી ગયા હતા.

ભટાર એટોપનગર સોસાયટીમાં રહેતા ભરત નારાયણ મોદી બાઈક પર જતા હતા તે વખતે જુની એલબી સિનેમા પાસે બે શખ્સોએ તેમના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવી લીધો હતો. જેમાં ખટોદરા પોલીસે મિતેશ કંથારીયા અને સાહીલ યુનુસની અટક કરી છે.

અડાજણ આનંદ મહલ રોડ નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ દોલત પ્રજાપતિ બીઆરટીએસ પાસેથી પસાર થતા હતા તે વખતે બે શખ્સો ચાલુ બાઈકે મોબાઈલ તફડાવી ભાગી ગયા હતા. રાંદેર પોલીસમાં આ અંગેનો ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...