તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે એસટી બસો ક્યાં છે, કેટલી સ્પીડ પર દોડી રહી છે અને ક્યારે આવશે એ પણ જાણી શકાશે

હવે એસટી બસો ક્યાં છે, કેટલી સ્પીડ પર દોડી રહી છે અને ક્યારે આવશે એ પણ જાણી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત એસટી વિભાગીય નિયામકની કચેરીમાં શનિવારથી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડીવીઝનલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ડી.સી.સી)નું જિલ્લા કલેકટર ધ‌વલ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ચોવીસ કલાક કાર્યરત રહેનારા આ સેન્ટરમાં વિભાગની તમામ એસટી બસો પર ચાંપતી નજર રાખવામાં આ‌વશે તેમજ મુસાફરોને પડતી મુશ્કેલીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આઇ.ટી ક્ષેત્ર આધુનિકરણ કરી મુસાફરોની સુવિધા વધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે શનિવારે સુરત વિભાગીય નિયામકની કચેરીમાં ડી.સી.સી.ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ નક્કી કરવામાં આવેલા પેરામિટર્સનું મોનિટરીંગ કરવામાં આ‌વશે.

આ સેન્ટરમાં જીપીઆરએસથી સજ્જ એસટી બસો ક્યાં છે. કેટલી સ્પીડ પર દોડી રહી છે. તેની સચોટ માહિતી મળી શકે તેમ છે. તેમજ બસ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને માહિતી મળી શકશે. જેથી મુસાફરોને સમયસર બસ સેવા મળી શકશે.

ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ (આઇ.ડી.એમ.એસ) આ સિસ્ટમ હેઠળ બસની ફિટનેસ, મેન્ટેનન્સની કામગીરી અને સ્ટોરમાં રહેલા સામાનની મહિતી મળી રહેશે. તેમજ ડ્રાઇવર કંડક્ટરની નોકરી, વિદ્યાર્થી પાસ, મુસાફરોના પાસની માહિતી મળી રહેશે.

ઓન લાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (ઓ.પી.આર.એસ) આ સિસ્ટમમાં નિગમની વોલ્વો, એ.સી બસો, એક્સપ્રેસ બસોની સર્વિસનો લાભ મોબાઇલ પર કે ઇન્ટરનેટના માધ્યમથી લઇ શકશે. ઓનલાઇન આ બસોમાં સીટ બુકીંગ પણ કરાવી શકાશે.

તમામ વર્કશોપ, ડેપો, તથા બસ સ્ટેશનોને સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ તમામ પર સેન્ટરમાંથી જ નજર રાખવામાં આવશે અને તેને મધ્યસ્થ કચેરી સાથે જોડી દેવાથી ત્યાંથી પણ મોનિટરીંગ થઇ શકશે. ઇ.આર.પી આ પ્રોજેક્ટને બિઝનેસ મેનેજમેન્ટ પ્રોસેસ સોફ્ટવેર પણ કહેવાય છે. જેનો મુખ્ય હેતું ડેપોમાં આવક જાવક સહિતની તમામ જાણકારી ત્વરિત મેળવી શકાશે.

પારદર્શક-ઝડપી વહીવટ થઇ શકશે
ડી.સી.સી સેન્ટર શરૂ થતાં એસટી નિગમના તમામ વિભાગમાં પારદર્શક અને ઝડપી વહીવટ થઇ શકશે. બસોના શિડ્યુલ અને માર્ગમાં ઉભી થયેલી અડચણ નો ખ્યાલ રહેતો હોવાથી મુસાફરોની મુસાફરી સુવિધા પુર્ણ અને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે. સંજય જોશી, વિભાગીય નિયામક, એસટી, સુરત

અન્ય સમાચારો પણ છે...