તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગણતરીનાં શહેરો જ નહીં, હવે 2019માં દેશનાં તમામ શહેરોનું સર્વેક્ષણ કરાશે

ગણતરીનાં શહેરો જ નહીં, હવે 2019માં દેશનાં તમામ શહેરોનું સર્વેક્ષણ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત : ભારત સરકાર ના શહેરી આવાસ મંત્રાલયે સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની નવી ગાઈડ લાઈન જાહેર કરી છે અગાઉ ગણતરીના શહેરો સાથે મહાપાલિકાની સ્પર્ધા થતી હતી હવે ભારતના તમામ શહેરોમાં સર્વેક્ષણ હાથ ધરાનાર હોઈ સ્વચ્છતા સર્વેક્ષણમાં 14માં ક્રમે ધકેલાયેલી પાલિકા માટે 2019નું સર્વેક્ષણ કપરું સાબિત થાય તેમ છે.

કમિશનરે હેલ્થ-એન્જિનિયરિંગની મીટિંગમાં દરેક વિભાગોને અત્યારથી જ કામગીરીની સોંપણી કરી, શહેરી મંત્રાલયે સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની ગાઇડલાઇન જાહેર કરી
કમિશનરે સ્વચ્છ ભારત મિશન અંગેની મિટિંગ યોજી નવી ગાઈડલાઈન બાબતે પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતું અને દરેક વિભાગોને તેની જવાબદારીની સોંપણી કરી દેવાઈ છે એટલું જ નહી દર અઠવાડિયે રિવ્યું તથા જરૂર જણાય તો સ્પોટ વિઝીટ કરવાનું પ્લાનિંગ શરૂ કરી દેતાં 14માં ક્રમેથી અગ્ર ક્રમે આવવા ગોલ નિર્ધારિત કરી દેવાયો હોવાનું જણાઇ રહ્યું છે. શહેરી આવાસ મંત્રાલયે ઓડીએફ પ્લસ પ્રોટોકોલ, ઓડીએફ પ્લસ પ્લસ પ્રોટોકોલ, સ્વચ્છ મંચ તથા સ્વચ્છ સર્વેક્ષણ-2019 ની ગત સોમવારે ગાઈડલાઈન્સ જાહેર કરતાં મહાપાલિકાએ શનિવારે મિટીંગ યોજી તૈયારીઓ પણ હાથધરી લીધી છે. અગાઉ સર્વેક્ષણ 2016માં 73 શહેરો, 17 માં 434, 18 માં 4203 શહેરોમાં સર્વેક્ષણ થયું હતું પરંતુ હવે દેશના તમામ શહેરોમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે.

કચરાનું વ્યવસ્થાપન, અન્ય કામગીરીના અલગથી ગુણાંકન
ડે. કમિ. હેલ્થ એન્ડ હોસ્પિટલ ડૉ.આશિષ નાયકે કહ્યુ કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2019માં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાશે. તેની નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે. કચરાના વ્યવસ્થાપન અન્ય વિશિષ્ટ કામગીરીના અગલથી ગુણાંક રાખ્યા છે. મંત્રાલયે સ્વચ્છ મંચ www.swachhmanch.in વેબ સાઈટ લોન્ચ કરી છે. નાગરિકોને, એનજીઓ, સ્વ-સહાય સંસ્થા થકી થતી સ્વચ્છતાલક્ષી કામગીરી માટે એક સોશિયલ મિડિયા જેવું માધ્યમ પૂરું પાડશે.

2019માં કુલ 5000 માર્કસ આપી મૂલ્યાંકન કરવામાં આવશે
1250 ગુણ - મહાનગર પાલિકાની કામગીરી માટે આપવામાં આવશે.

1250 ગુણ - ગાર્બેજ ફ્રી સર્ટિફિકેશન અપાશે

1250 ગુણ- પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ થકી અપાશે

1250 માર્કસ- નાગરિક પ્રતિભાવ માટે અપાશે

ગાર્બેજ ફ્રી સર્ટિફિકેશનના 1250 માંથી 1000 ગુણ સ્ટાર રેટિંગ સિટી માટે છે

250 ગુણ જાહેરમાં શૌચક્રિયા મુક્ત (ઓડીએફ પ્લસ અને ઓડીએફ પ્લસ પ્લસ એટલે કે ઓપન ડેફિનેશનમાં પે એન્ડ યુઝ ટોયલેટની સફાઈ વગેરેના) બ્યુટીફિકેશનના 200 ગુણ (કોમ્યુનીટી-જાહેર શૌચાલયોની સ્વચ્છતા માટે), વધુમાં સર્વેક્ષણ 2019માં ઓડીએફ પ્લસના વધારાના 250 માર્કસની જોગવાઈ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...