તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat જયાબેન વિદ્યાલયમાં નવરાત્રિ પૂર્વે ગરબાની રમઝટ જોવા મળી

જયાબેન વિદ્યાલયમાં નવરાત્રિ પૂર્વે ગરબાની રમઝટ જોવા મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કઠોદરા સ્થિત અને શ્રીમતિ જયાબેન વલ્લભભાઈ ગજેરા સંચાલિત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિની પર્વ પૂર્વે રાસ ગરબાની રમઝટ જામી હતી. એક ગ્રુપના ગાયક કલાકારોઓએ સંગીતની સુરાવલીઓ વહાવી હતી. જેના સથવારે વિદ્યાર્થીઓ-વાલીઓએ અવનવી અને પારંપરિક વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબાની સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેમ્પસ ડાયરેકટર લાલજીભાઈ ઢોલાએ કહ્યું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમણે આ કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનાર વિવિધ વિભાગના આચાર્યો તેમજ શિક્ષકમિત્રો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...