તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અમદાવાદમાં ફાંસો ખાઈ આપઘાત કરનાર યુવકના મૃતદેહને 2 મિત્રો સુરત લાવ્યા

અમદાવાદમાં ફાંસો ખાઈ આપઘાત કરનાર યુવકના મૃતદેહને 2 મિત્રો સુરત લાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના સરોડા ગામમાં આપઘાત કરનાર સાથી કર્મચારી યુવકનો મૃતદેહ બે મિત્ર પોલીસની જાણ બહાર એમ્બ્યુલન્સમાં સુરત લઈ આવ્યા હતા. મકાનમાલિકે ધમકી આપી મૃતદેહ એમ્બ્યુલન્સમાં મુકાવીને ગમે ત્યાં નિકાલ કરવાનું કહેતાં બન્ને મિત્રોએ મૃતદેહ સુરત લઈ આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ખાનગી એમ્બ્યુલન્સ-માલિક કોઈ પણ પ્રકારના ડેથ-સર્ટિફિકેટ વિના મૃતદેહને સુરત કેવી રીતે લઈ આવ્યો તે પ્રશ્ન પણ અહીં ઊભો થયો છે.

અમદાવાદથી 25 કિલોમીટરના અંતરે આવેલા સરોડા ગામમાં રહેતા સંતોષ (ઉ.વ.આ. 28થી 30) સોહમ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ડ્રાયફ્રૂટની ફેક્ટરીમાં કામ કરતા હતા. શુક્રવારે રજા હોવાથી દારૂના નશામાં ધુત થઈ હોબાળો મચાવતાં મકાનમાલિક રાજુ રબારીએ સંતોષને માર મારી ઠપકો આપ્યા બાદ રૂમમાં પૂરી દઈ રૂમ બહારથી બંધ કરી દીધો હતો. તેમજ તેના મિત્ર રાહુલ અસ્થાનાને તેની રૂમે મોકલી દીધો હતો. શનિવારે સવારે સંતોષ કામે ન પહોંચતા તેના સાથી કર્મચારીઓએ રૂમની તિરાડમાંથી જોતાં સંતોષે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ મકાનમાલિક રાજુ રબારીને થતાં રાજુ ત્યાં દોડી ગયો હતો અને મૃતદેહ નીચે ઉતરાવી લીધો હતો. ત્યાર બાદ મૃતદેહને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને મૃતદેહ ખાનગી વાહનમાં 10 કિલોમીટર દૂર લઈ ગયા હતા.

જ્યાં સંતોષના મિત્ર રાહુલ અને બંસલને ખાનગી વાહનમાંથી મૃતદેહ એમ્બ્યુલન્સમાં મુકાવીને મૃતદેહનો ગમે ત્યાં નિકાલ કરી દેવાનું કહ્યું હતું અને જો એવું નહીં કરે તો માર મારવાની ધમકી પણ રાજુ રબારીએ આપી હતી. જેથી રાહુલ અને બંસલે સંતોષનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ નીકળ્યા બાદ સુરત રહેતા લેબર-કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો. લેબર-કોન્ટ્રાક્ટરે મૃતદેહ લઈને સુરત આવી જવાનું કહેતાં તેઓ સુરત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં આપઘાત કરનાર યુવકનો મૃતદેહ પોલીસની જાણ બહાર પોસ્ટમોર્ટમ વગર સુરત લઈ અાવ્યો હોવાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઊઠ્યા હતા. આખરે તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...