તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ગોએન્કાના વિદ્યાર્થીઓ ચેન્નઈ ખાતેને સિંગિંગ સ્પર્ધામાં ભાગ લેશે

ગોએન્કાના વિદ્યાર્થીઓ ચેન્નઈ ખાતેને સિંગિંગ સ્પર્ધામાં ભાગ લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ અણુવ્રત જીવન વિજ્ઞાન એકેડમી દ્વારા 19મી અણુવ્રત વોકલ કોમ્પિટિશનનું આયોજનકરવામાં આવ્યું હતું, જેમાં જુનિયર કેટેગરીમાં ગ્રુપ સોંગ કોમ્પિટિશનમાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ તથા જૂનિયર કેટેગરીમાં સોલો સોંગ કોમ્પિટિશનમાં બીજો ક્રમ હાંસલ કર્યો હતો. જૂનિયર કેટેગરીમાં ગ્રેડ 8 સુધીના વિદ્યાર્થીઓ તથા સિનિયર કેટેગરીમાં ગ્રેડ 9 થી 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યાં હતાં.

આ કોમ્પિટિશનમાં 10 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને હવે આ વિજેતા વિદ્યાર્થીઓ ચેન્નઇમાં 25 થી 27 ઓક્ટોબર, 2018 દરમિયાન યોજાનારી ફિનાલેમાં ભાગ લેશે. મ્યુઝિક ટીચર વિશાલ મિશ્રા અને રાકેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓને તાલીમ અપાઇ હતી. આ ઉપરાંત જીવન ભારતી સંગીત મંડલ દ્વારા 12 ઓગસ્ટના રોજ સ્મરણાંજલી કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ક્લાસિકલ વોકલ, ઇન્સ્ટ્રુમેન્ટલ વોકલ અને તબલા કોમ્પિટિશન યોજાઇ હતી. કેટેગરી-એ માં 10 વિદ્યાર્થીઓ હતાં, જેમાંથી નિત્યા ગુપ્તાએ ગ્રુપ એ ક્લાસિકલ વોકલમાં પ્રથમ ક્રમ તથા આહના ઢાકાએ બીજો ક્રમ હાંસલ કર્યો હતો. આ કોમ્પિટિશન વિવિધ કેટેગરીમાં યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...