જીએસટી કાઉન્સીલમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત/અમદાવાદ| ટેક્સટાઇલ પર 5 ટકા જીએસટીના વિરોધમાં સુરત, અમદાવાદ સહિત દેશભરના કાપડ વેપારીઓ આજથી ત્રણ દિવસ બંધ પાળશે. બંધને કારણે ટેક્સટાલ સેક્ટરને વ્યાપક નુકસાન વેઠવું પડશે. માત્ર સુરતને બંધ દરમ્યાન દિવસનું 250 કરોડ રૂપિયાનું નુકસાન થશે.


જીએસટી કાઉન્સીલમાં પ્રતિનિધ કરતાં નાયબ મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને જીએસટી સંર્ઘષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆતો કરાઈ હતી. છતાં પણ તેમની એક પણ માંગ નહી સ્વીકારાતા ગત અઠવાડિયા દરમ્યાન દિલ્હીમાં દેશભરના વેપારીઓની હાજરીમાં તૈયાર થયેલી ઓલ ઇન્ડિયા જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા તા. 27 થી 29 જુન હડતાલ પર જવાનો નિર્ણય કરાયો હતો.

છેલ્લાં એક મહિનાથી દેશભરના ટેક્સટાઇલ અગ્રણીઓ દ્વારા અવાર-નવાર રજુઆતો કરી ટેક્સટાઇલને રાહત તેમજ કાપડને જીએસટી મુક્તની માંગ કરાઈ રહી છે. વેપારીઓ દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના પગલે આજથી ત્રણ દિવસ માર્કેટ બંધ રાખ્યા બાદ 30મી જુનના રોજ માર્કેટ ફરી ખોલાશે.તમામ વેપારી હાથ પર કાળી પટ્ટી બાંધી કાળો દિવસ ઉજવશે.ે કાપડને જીએસટીમાંથી મુક્તિ આપે તે ઉદ્દેશથી માર્કેટમાં જીએસટી શાંતિ અને સરકાર સદ્દબુદ્ધિ હવન કરીશું.

(વધુઅહેવાલ છેલ્લા પાને)

સરકાર નહીં માને તો 1લીથી ફરી હડતાળ

વારંવાર રજૂઆત પછી પણ સરકાર 5% ટેક્સ રદ કરવા તૈયાર નહીં થતાં વેપારીઓ વિફર્યા

ટ્રેડર્સને 125 કરોડના ટર્નઓવરની અસર

એકદિવસીય ટ્રેડર્સની હડતાલના કારણે માત્ર સુરતના ટેક્સટાઇલ સેક્ટરને 250 કરોડનું નુકશાન જશે. ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ઉદ્યોગ જેવા કે એમ્બ્રોડરી તથા લેસ ધૂપિયનને પણ હડતાલની વિપરીત અસર થતી હોઇ છે. ફક્ત ટ્રેડિંગની વાત કરીયે તો એક દિવસીય હડતાલના કારણે ટ્રેડર્સના 125 કરોડના ટર્નઓવરને અસર થશે.

ફર્નિચર વેપારીઓ પણ બંધમાં જોડાશે

અમદાવાદમાંમંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ કુલ 3 દિવસની હડતાળમાં કાપડના તમામ વેપારીઓ, એજન્ટ, કોન્ટ્રાક્ટર, એસોસિયેશન અને મહાજનો જોડાશે. ફર્નિચરના વેપારીઓ પણ બંધ પાળીને જીએસટીનો વિરોધ કરશે. ફર્નિચર પર 28 ટકા ટેક્સ લદાયો છે, જે ગ્રાહકોએ ભરવાનો હોવાથી ફર્નિચર મોંઘું થશે.

ત્રણ દિવસના બંધ દરમિયાન વેપારીઓ ગાંધીનગર ધામા નાખશે અને ઉગ્ર દેખાવો કરશે. વેપારીઓએ એવી પણ ચીમકી આપી છે કે તેમના હિતમાં નિર્ણય નહી આવતા 1લી જુલાઈથી ફરી માર્કેટ બંધ થશે. જીએસટી સામેના આંદોલનને પગલે ટ્રેડિંગ પર નભતાં વિવિંગ અને પ્રોસેસિંગ યુનિટો નિરસ લગ્નસરાં ઉપરાંત રમજાનની ઓછા વત્તા પ્રમાણમાં થયેલી ખરીદીના કારણે આકરું નુકશાન થયુ છે. ત્યારે વેપારીઓ દ્વારા જુનો સ્ટોક ક્લીયર કરી નવો ઉત્પાદન નહી કરવાની નીતિના કારણે હાલ વિવિંગ તથા પ્રોસેસિંગ ઉદ્યોગમાં તેની ક્ષમતા કરતાં માત્ર 20 થી 30 ટકા ઉત્પાદન કામ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...