• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના હરમિત અને માનવ અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગમાં રમશે

સુરતના હરમિત અને માનવ અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગમાં રમશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર @srt_cb



ટેબલટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલી અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગમાં હરમીત દેસાઇ અને માનવ ઠક્કરે સ્થાન મેળવ્યું છે. 13મી જુલાઇથી શરૂ થનારી ટેનિસ પ્રોફેશનલ સ્પર્ધામાં ટીમ ભાગ લેશે, જે ટીમોની હરાજી ગયા વીકે મુંબઇ ખાતે યોજાઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો અનુભવ ધરાવતો હરમીત દેસાઇ મહારાષ્ટ્ર યુનાઇટેડ વતી રમશે, જ્યારે માનવ ઠક્કર ચેલેન્જર્સનું પ્રતિનિધિત્વ કરશે. હરમીતે વિશ્વસ્તરે 95માં ક્રમાંક પરથી 81માં ક્રમાંકે કૂદકો માર્યો હતો. ચેન્નાઇ ખાતે શરૂ થનારી અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગની દરેક ટીમમાં ચાર પુરૂષો અને ચાર મહિલા ખેલાડીઓ રમશે. ટી.ટી.એફ.આઇના પ્રમુખ પ્રભાત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે પ્રકારે હરાજીથી થતી સ્પર્ધા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના વધારનારી તેમજ આર્થિક રીતે પણ ફાયદાકારક થશે.