સિટી પ્રાઇડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60 ક્લીક પછી મળી ક્લીક

વિશ્વભરનાં 2 લાખ ફોટોમાંથી સુરતીનો ફોટો જીત્યો

જયપુરનાં વેડિંગ સ્ટુડિયોમાં ફોટો ક્લીક કરાયો


F - 2.0

ISO - 800

લાઈટ - ફ્લેશ લાઈટ

કેવલ વોરાએ કહ્યું કે, ‘મેં ડિટેલીંગ લાઈટ ફોટોગ્રાફી કરી છે, જેમાં સ્ટુડિયોમાં કરવામાં આવેલા ડેકોરેશનનો ફોટોગ્રાફીમાં યુઝ કર્યો છે. જયપુરની એક ફોટોગ્રાફી ક્લબમાં દુબઈના વેડીંગ કપલનો ફોટો ક્લિક કર્યો છે. જેમાં ડેકોરેશનમાં લગભગ 40 મલ્ટીકલરની એલઈડી લાઈટનો ઉપયોગ કરાયો છે. સાથે ઇમોશન્સ, ડેકોરેશન સાથે ફ્લેશ લાઈટનું કોમ્બિનેશન કરીને લગભગ 60 ક્લિક પછી મેં ફાઈનલ ક્લિક મેળવી.

વર્લ્ડ વેડ એવોર્ડ કંપની દ્વારા દર વર્ષે યુનાઈટેડ કીંગ્ડમમાં ઈન્ટરનેશનલ વેડીંગ એવોર્ડ કોમ્પિટીશન યોજવામાં આવે છે, જેમાં દર વર્ષે વિશ્વભરમાંથી વેડીંગ ફોટોગ્રાફરો ભાગ લે છે. વર્ષે વિશ્વભરમાંથી ઓનલાઈન સબમિટ કરાયેલા બે લાખ ફોટોમાંથી સુરતના વેડીંગ ફોટોગ્રાફર કેવલ વોરાનો જયપુરમાં પડાયેલા વેડિંગ કપલ ફોટાને ઈન્ટરનેશનલ એવોર્ડ એનાયત થયો હતો.

યુ.કે દ્વારા યોજાયેલી વર્લ્ડ વેડિંગ ફોટોગ્રાફી કોમ્પિટીશનમાં સુરતનાં ફોટોગ્રાફર કેવલ વોરાને ઇન્ટરનેશનલ વેડિંગ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિશ્વભરમાંથી બે લાખ ફોટોગ્રાફ કોમ્પિટીશન માટે આવ્યા હતા, જેમાં લાઇટિંગ્સની ટેકનિકને કારણે કેવલ વોરાને એવોર્ડ મળ્યો છે.