GSTના વિરોધમાં ફર્નિચર ઉદ્યોગ જડબેસલાક બંધ
ફર્નિચરપર 28 ટકા જીએસટી લાદવાના પગલે નારાજ થયેલા ફર્નિચર ઉદ્યોગકારો પણ હડતાળ પર ઉતર્યા છે. ત્રણ દિવસ બંધની જાહેરાત બાદ આજે પ્રથમ દિવસે સુરતની 450 થી પણ વધુ ફર્નિચરની દુકાનો બંધ રહી હતી. તેઓ દ્વારા હાલના 15 ટકાનો ટેક્સ યથાવત રાખવા માટેની માંગણી કરવામાં આવી છે.
જીએસટીના વિરોધમાં ઓલ ઈન્ડિયા ફર્નિચર એસોસિએશને તા 26 થી તા 28 જુન સુધી બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. આજે આંદોલનના પ્રથમ દિવસે સુરત શહેરની 450 થી વધુ ફર્નિચરની દુકાનો બંધ રહી હતી. વેપારીઓનું કહેવું છે કે, ફર્નિચર પર ૨8 ટકા જેટલો ઉંચો જીએસટી ટેક્સ લાદવાનો સરકારનો નિર્ણય ગેરકાયદે, બિનવ્યવહારૂ અને અયોગ્ય છે. ઉંચા ટેક્સના બોજથી ફર્નિચર ઉદ્યોગ પડી ભાંગશે.