જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય
બારડોલીનાબાલ્દા ગામે રવિવારે સુરત જિ. પ્રા. શિક્ષક સંઘની ચૂંટણીમાં સહકાર પેનલ, પરિવર્તન પેનલના ઉમદેવાર માટે મતદાન થયું હતું. જેમાં સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. પ્રમુખ તરીકે કિરીટ પટેલ મોટી સરસાઈ સાથે વિજેતા બન્યા હતાં. જોકે, પરિવર્તન પેનલે હારનો સામનો કરવો પડ્યો હતો.
બાલ્દા પ્રા. શાળામાં રવિવારે સવારે જિ. પ્રા. સંઘના હોદ્દેદારો માટે મતદાન થયું હતું. બપોરે 1.00 વાગ્યા સુધી મતદાન થયું હતું. કુલ 546 મતદારોમાંથી 540 મતદાન કર્યુ હતું. સહકાર પેનલ અને પરિવર્તન પેનલના ઉમદેવારો વચ્ચેની ચૂંટણી બાદ મતગણતરી થઇ હતી. સહકાર પેનલના તમામ 8 ઉમેદવારોની મોટી સરસાઈ સામે જીત મેળવી હતી. પરિવર્તનવ પેનલના ઉમેદવારોએ હારી ગયા હતા. સહકાર પેનલના પ્રમુખ ઉમદેવાર કિરીટ પટેલને 372 મતો જ્યારે પરિવર્તન પેલનના ઉમદેવાર ભૂલાભાઈ ચૌધરી 168 મતો મળતાં પ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. સહકાર પેનલના સિનિયર કાર્યવાહક પ્રમુખ તરીકે અશ્વિન વલ્લભ પટેલને 376 મત, મહામંત્રી તરીકે વિશ્વજીત ચૌધરીને 383 મત, નાણામંત્રી દિનેશ ભટ્ટને 367 મત અને ચાર ઉપપ્રમુખના ઈમરાનખાન નરૂલ્લાખાન પઠાણ 358 મત, ધર્મેશભાઈ નટુભાઈ ગરાસિયા 359 મત, બિપીન વસાવા 364 મત, હસુભાઈ ચૌધરી 357 મત મળતાં તમામ સહકાર પેનલના ઉમદેવારો વિજેતા થયા હતાં. સહકાર પેનલના આઠ ઉમેદવારોને 350થી વધુ મત મળ્યા હતાં.
કિરીટ પટેલ મોટી સરસાઈ સાથે પ્રમુખ તરીકે વિજેતા બન્યા