• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સરકારી હોસ્પિટલમાં મલેરિયા, તાવ, ઝાડા, ઊલટીના 70 કેસો!

સરકારી હોસ્પિટલમાં મલેરિયા, તાવ, ઝાડા, ઊલટીના 70 કેસો!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તેથી ઠેર ઠેર મેલેરિયા-તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓ ઉભરાવા માંડ્યા છે. માત્ર નવી સિવિલ અને પાલિકાની સ્મીમેરમાં 70થી વધુ દર્દીઓ નોંધાતા પાલિકાનું આરોગ્ય તંત્ર રોગચાળાના માહોલ છતાં નિંદ્રાધીન જણાઈ રહ્યું છે. કેટલાંક ભ્રષ્ટ બેજવાબદાર આરોગ્ય કર્મીઓને પગલે કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે. વીબીડી વિભાગ પર પણ માછલા ધોવાઈ રહ્યાં છે. સિવિલમાં 45 જેટલા કેસો તથા સ્મીમેર હોસ્પિટલમાં 25 જેટલા મેલેરિયા, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા હતાં. તો એકલ દોકલ કેસ ગંભીર રોગ ડેન્ગ્યૂના પણ દેખાઈ રહ્યો છે. રોગચાળો ધીરે ધીરે વકરી રહ્યો છે છતાં આરોગ્ય તંત્ર નક્કર કામગીરી કરતું નહીં હોવાનું જણાતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળામાં અત્યાર સુધીમાં 5 વ્યક્તિના મરણ પણ નોંધાય ચુક્યા છે.