48 કલાકમાં હવે અતિભારે વરસાદ પડવાની આગાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરળથીશરૂ થયેલી લો પ્રેસર સિસ્ટમ ધીરે ધીરે રાજસ્થાન સુધી આવી પહોંચી છે. સિસ્ટમ દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈ રહી હોવાથી હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેથી શહેરમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલની સાથે ઘણાં વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ બન્યો છે. જેનું કારણ હાલ ગુજરાત રાજ્ય પર એક લો પ્રેસર સર્જાયુ છે. મોન્સૂન રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ગુજરાત પર થઈને જઈ રહ્યો છે. જેથી ગુજરાતમાં અઠવાડિયા દરમિયાન સારો વરસાદ થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણાં તાલુકાઓમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતની સાથે લો પ્રેસર મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ પણ હોવાથી ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ બંગાળની ખાડી તરફ પણ એક સિસ્ટમ ડેવલપ થયું છે. સિસ્ટમને કારણે લોપ્રેસર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રથી થઈને બંગાળની ખાડી તરફ જવા રવાના થયુ છે. જેથી આગામી અઠવાડિયા સુધી વરસાદ રહેવાની સંભાવના છે. સુરત જીલ્લામાં ગત રાત્રે તથા આજે સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

થોડા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયાં

અન્ય સમાચારો પણ છે...