તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રેઇનડેડ ગોમતીબેનના કિડની અને લિવરનું દાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લેઉવાપટેલ સમાજના બ્રેઇનડેડ ગોમતીબેન હિરજીભાઇ ઇટાલીયાના પરિવારજનોએ તેમના કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું છે. અંગે મળતી માહિતી મુજબ તા.7 જૂનના રોજ ગોમતીબેન પોતાના ઘરમાં દાદર પરથી પડી જતાં માથામાં ઇજા થવાથી બેભાન થઇ ગયા હતા. તેથી તેમને અમરોલીની ખાનગી હોસ્પિટલમાં પછી અન્ય બીજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. જ્યાંથી તા.8 જૂનના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

બાદ ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી તેનું મહત્વ સમજાવાયું હતું. જેથી પરિવારના સભ્યોએ ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારા વડીલ ખુબજ સેવાભાવી હતા. આજે તેઓ બ્રેઇનડેડ છે ત્યારે તેઓના અંગોનું દાન કીરને બીજાને નવજીવન મળ્યું હોય તો અંગદાન થાય તે માટે અમે રાજી છીએ. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા તેમની એક કિડની મોરબીના રહેવાસી મહેશ રવજીભાઇ વડગામા અને બીજી કિડની ઝારખંડના રાંચીના શૈલેન્દ્ર લક્ષ્મીપ્રસાદ કુમારને ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. સાથે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વલસાડના રહેવાસી સુરેશ પરષોત્તમભાઇ ક્રિષ્નાનીને કરાયું હતું. સાથે તમામ લોકોએ ડોનેટ લાઇફની ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...