તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુખ ક્યાં મળે છે તેની ચર્ચાઓ સર્વત્ર ચાલી રહી : પદ્મદર્શનજી

સુખ ક્યાં મળે છે તેની ચર્ચાઓ સર્વત્ર ચાલી રહી : પદ્મદર્શનજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરિહંત સંઘમાં પ્રવચન સભાનું આયોજન

સુરત | અરિહંતવાસુપૂજ્ય સંઘ ટીમલીયાવાડ ખાતે જૈનાચાર્ય પૂજ્ય કુલચન્દ્ર સૂરિજી, પૂજ્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનજી આદિ મુનિવરોની પાવન પધરામણી થતાં સમગ્ર જૈન સંઘમાં હર્ષોલ્લાસમય વાતાવરણ બન્યું હતું. આચાર્ય કુલચન્દ્ર સૂરિજીએ જણાવ્યું હતું કે, ધર્મનું ફળ શાંતિ છે અને મોક્ષથી મહાશાંતિ મળે છે. શાંતિની પ્રાપ્તિ માટે શ્રુતજ્ઞાન પાણી છે. જિનવાણીનું શ્રવણ કર્યા પછી ચિંતન કરવાથી પાણીનું દૂધમાં રૂપાન્તરિત થાય છે. દૂધમાંથી અમૃત બનાવવા માટે પ્રભુના વચનોથી ભાવિત થવું જોઇએ.પંન્યાસ પદ્મદર્શનજીએ પ્રવચનધારા વહાવતા જણાવ્યું કે, પ્રત્યેક સુખ અને દુ:ખની પાછળ કોઇ સંકેત હોય છે. જીવનમાં જે કોઇપણ ઘટના બને છે તેને મૂલવતાં શીખો. જે કાંઇ પણ થાય છે તે સારા માટે થાય છે અભિગમ જો કેળવશો તો કોઇપણ દુ:ખ તમને દઝાડી નહીં શકે અને કોઇપણ સુખ તમને પાપી નહી બનાવી શકે. આજે તો માત્ર સુખ ક્યાં મળે છે તેની ચર્ચાઓ સર્વત્ર ચાલી રહી છે. દુ:ખ શી રીતે ટળે માટે કરોડો માનવો કામે લાગ્યા છે. સુખ શે મળે અને દુ:ખ શે ટળે માટેના સેમિનારો સર્વત્ર ચાલી રહ્યા છે. સુખી થવું હોય તો ધર્મનું શરણું સ્વીકારો. માત્ર ધર્મ કરવાથી કાંઇ નહીં વળે. ધર્મને પચાવતા શીખવું જોઇએ. કેટલું ખાધું મહત્વનું નથી પણ કેટલું પચાવ્યું મહત્વનું છે. ધર્મમાં ચુસ્ત બનો. સત્વશાળી બનો. ધર્મના ક્ષેત્રમાં ઢીલા નહીં પડો, મજબૂત બનો. એક કલાક પૂજ્યશ્રી વાણી દ્વારા વરસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...