• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 40 % મેડિકલમાં ફાર્મસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનો વેપલો

40 % મેડિકલમાં ફાર્મસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનો વેપલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત શહેર અને જિલ્લામાં મળીને આશરે 5000 જેટલા મેડિકલ સ્ટોર આવેલ છે. તમામ મેડિકલ સ્ટોર પર કોઈ પણ પ્રકારના નિયમો પાળવામાં આવી રહ્યા નહી હોવાની ફરિયાદો ધ્યાનમાં આવી રહી છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડ્રગ ઇન્સપેક્ટર બધુ નજર અંદાજ કરી રહ્યા છે. નિયમ મુજબ કોઈ પણ મેડિકલ સ્ટોર ફાર્મસીસ્ટ વિના ચલાવી શકાય નહી. તેના વિના ચાલતાં નશાકારક, ગર્ભપાતની કે તબીબની પ્રિસ્ક્રીપશન વગર દવા આપીને પ્રજાના સ્વાસ્થય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. પરંતુ બધુ ત્યારે સામે આવે જ્યારે ડ્રગ વિભાગ અંગે કોઈ તપાસ હાથ ધરે. વિભાગ પાસે એક ઇન્સપેક્ટર હોવાથી તે કચેરીની બહાર જઈ શકતા નથી અને મેડિકલ પર નિયમોનું ખુલ્લેઆમ ચીરહરણ થઈ રહ્યુ છે. બીજી બાજુ કેટલાક સ્ટોર ઉપર ડીગ્રીધારી ફાર્મસીસ્ટને નજીવુ વેતન આપી તેઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન વિભાગે તપાસ કરતા નથી.

5000 મેડિકલની સામે 1 ઇન્સપેક્ટર હોવાથી છૂટો દોર

ગેરકાયદે સ્ટોરની કોઈ તપાસ નથી

શહેરઅને જીલ્લામાં ડ્રગ વિભાગની કચેરીમાં 5000 જેટલા મેડિકલ સ્ટોરને મંજૂરી છે. કેટલીક ફાર્મસીસ્ટ વગર મેડિકલ ચલાવવામાં આવી રહ્યા છે. સિવાય ઘણાં પ્રાથમિક શરદી, ખાસી અને તાવ માટેની કહી શકાય તેવી દવાઓ તો ઘણાં નાના ગામોમાં કરિયાણા સ્ટોર અને પાનના ગલ્લાવાળાને ત્યાં પણ મળી જાય છે. જેથી ગેરકાયદે ચાલતા આવા સ્ટોરની તપાસ કરી તેને બંધ કરવા જરૂરી બન્યુ છે. પરંતુ ઇન્સપેક્ટરના સ્ટાફની અછત ને કારણે તપાસ કે કાર્યવાહી થઈ રહી નથી.

પ્રજાનાસ્વાસ્થય માટે જોખમરૂપ |નોંધાયેલા સ્ટોરમાં ડ્રગ અેન્ડ કોસ્મેટિક એક્ટ-1940 પ્રમાણે ફરજિયાત ફાર્મસીસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થવું જોઈએ. પણ શહેરમાં અને ખાસ કરીને જીલ્લામાં 40 ટકા સ્ટોરમાં નિયમોને નેવે મૂકીને ફાર્મસીસ્ટની ગેરહાજરીમાં સીડયુલ દવાઓનું વેચાણ થતાં પ્રજાના સ્વાસ્થય માટે જોખમરૂપ છે. ખુલ્લેઆમ તબીબની પ્રિસ્ક્રીપશન વગર દવા શહેરમાં પણ આપવામાં આવે છે. તેમાંય એકસ નશાકારક,સીડયુલ એચ.,ગર્ભપાતના પ્રમાણ વધુ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...