હેરીટેજ સ્થળોની જાણકારી ફોનથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરમાંઆવેલા હેરીટેજની જાણકારી લોકોને સરળતાથી મળી રહે તે માટે મહાનગરપાલિકા આવતીકાલે હેરીટેજ વોક મોબાઇલ એપનુ લોકાર્પણ કરવાની છે. તે એપ ડાઉનલોડ કરતાની સાથે શહેરમાં આવેલા તમામ હેરીટેજ સ્થળોની વિસ્તૃત જાણકારી લોકોને સરળતાથી મળી રહેશે.

હેરીટેજ મિલકતોની જાળવણી કરવા માટે હેરીટેજ પોલીસી બનાવવાની દિશામાં પણ આગળ વધી રહી છે. તેમાં શહેરમાં આવેલી 2965 મિલકતોની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવે તેના માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આવતીકાલે કતારગામ ખાતે આવેલી બ્રિટીશ સીમેટ્રીથી ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસીક કિલ્લા સુધી હેરીટેજ વોકનુ આયોજન કરવામાં આવ્યુ છે. વોકની સાથે મહાનગરપાલિકાએ હેરીટેજ વોક મોબાઇલ એપનુ પણ લોકાર્પણ કરવાની છે. તેમાં શહેરમાં આવેલા વિવિધ હેરીટેજ સ્થળો કઇ જગ્યાએ આવેલા છે અને તેનુ મહત્વ વિશેની જાણકારી મોબાઇલ એપમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...