• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઠુમ્મર જેમ્સના રત્નકલાકારોનો બીજા દિવસે પણ પગાર મુદ્દે વિરોધ

ઠુમ્મર જેમ્સના રત્નકલાકારોનો બીજા દિવસે પણ પગાર મુદ્દે વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાનાએલ.એચ.રોડની એક ડાયમંડ ફેક્ટરીના સંચાલકો દ્વારા ખાતામાં પગાર જમા કરાવી પરત ઉઘરાવી લેવા બાબતે રોષે ભરાયેલા રત્નકલાકારો દ્વારા બે દિવસથી રોડ પર વિરોધ પ્રદર્શન કરાયો હતો.

વરાછા એલ.એચ રોડ માતાવાડી ખાતે આવેલા ઠુમ્મર જેમ્સના રત્નકલાકારો ગતરોજ કરવામાં આવેલા વિરોધ પ્રર્દશન બાદ આજરોજ ફરી રોડ પર પગાર મામલે ઉતરી આવી રોષ પ્રગટ કરતાં જ્ણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી પગારના ખાતાંમાં જમા કરાવી પરત માંગી લેવામાં આવે છે. જેમાં રત્નકલાકારના પગાર કરતાં વધારાની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે અને તે રકમનો ચેક લખાવી લેવામાં આવતો હતો. જોકે ઘટના અંગે ઠુમ્મર જેમ્સના સંચાલકે જ્ણાવ્યું હતું કે, કેટલાંક રત્નકલાકારો દ્વારા પીવાનું પાણી યોગ્ય નહી મળવાનું તેમજ સમસ્યા તેમજ પગારનો મુદ્દો ઉચક્યો છે.

અન્ય સમાચારો પણ છે...