• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લગ્નસરામાં ક્યાંક મુકાઈ ગયા હતા કહી જૂની નોટો બદલાવવાનો ખેલ

લગ્નસરામાં ક્યાંક મુકાઈ ગયા હતા કહી જૂની નોટો બદલાવવાનો ખેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરબીઆઇની રિજનલ બ્રાંચ ખાતે 31મી માર્ચ સુધીમાં 500-1000ની જૂની નોટો યોગ્ય કારણ આપી બદલાવી લેવા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. બદલવાની પ્રક્રિયા બંધ કરી દેવાતાં છેલ્લે-છેલ્લે બેંકોમાં જૂની નોટના નિકાલ માટે લોકોના ધક્કા વધી ગયા છે. સંદર્ભે વરાછા બેંકના ચેરમેન કાનજી ભાલાળાએ કહ્યું હતું કે, નોટિફિકેશન હોવા છતાં આરબીઆઇ જૂની નોટો બદલી કરતી હોવાથી સામાન્ય લોકો પાસે હજુ પણ નાની-નાની સંખ્યામાં કરોડો રૂપિયા રહી ગયા છે, જેનો નિકાલ લાવવા કેન્દ્ર સરકારે ફક્ત એક નોટિફિકેશનની જરૂરી છે, જેમાં ફક્ત કારણ લઈ લોકોના રૂપિયા બદલી આપવા જોઇએ. છતાં જો કોઇ રસ્તો નહીં બચતાં લોકોની નોટ બદલવા માટેની કરાવવા પૂછપરછ વધી છે.

જેમાં કેટલાક કિસ્સાના કોમન કારણો સામે આવ્યાં હતાં. લગ્નસરની દોડધમામાં નોટો ઘરમાં ક્યાંક મૂકાઈ ગઈ હતી, જે હાલમાં હાથ લાગી છે તથા બચતરૂપે ઘરમાં સાચવીને રાખ્યા હતા અને ભૂલી ગયા બાદ હાલ ઓચિંતા મળી આ‌વ્યા છે. આવા કારણો આપી જૂની નોટ બદલાવવા લોકોની તજવીજ વધી ગઇ છે. જોકે NRIને 30 જૂન સુધીની મળેલી છૂટના કારણે ઘણા લોકો NRIને શોધતાં થઈ ગયા છે.

NRIને 30 જૂન સુધીની છૂટ હોવાથી ઘણા લોકો તેમને પણ શોધતા થઈ ગયા છે

છેલ્લા 2 દિવસમાં જૂની ચલણી નોટો બદલાવવા મથામણ

અન્ય સમાચારો પણ છે...