• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ધોરણ 9 હિન્દી માધ્યમમાં NCERTનાં પાઠ્યપુસ્તકોનો અમલ નવા સત્રથી કરી શકાશે

ધોરણ 9 હિન્દી માધ્યમમાં NCERTનાં પાઠ્યપુસ્તકોનો અમલ નવા સત્રથી કરી શકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ નીટ, જેઇઇ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી શકે અને રાષ્ટ્રીય સ્તરે સમાન શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9 અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા અંગ્રેજી વિષયોમાં સીબીએસઇ આધારિત નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ (એનસીઇઆરટી)ના પાઠ્યપુસ્તકોનો અમલ કરવા ચાલુ વર્ષમાં પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ માત્ર અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે હતો. જો કે બોર્ડે દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે અંગ્રેજી માધ્યમ ઉપરાંત હિન્દી માધ્યમની શાળાો પણ ધોરણ 9ના ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષયોમાં એનસીઇઆરટીના અભ્યાસક્રમવાળા સીબીએસઇના પાઠ્યપુસ્તકોનો અમલ કરી શકશે.

અંગ્રેજી અને હિન્દી માધ્યમની જે શાળાઓ યોજનાનો આગામી શૈક્ષણિક વર્ષ 2017-18થી અમલ કરવા ઇચ્છતી હોય તે શાળાઓના સંમતિ પત્રો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓની જાણ હેઠળ મેળવી લેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહે પરિપત્ર બહાર પાડીને આદેશ કર્યો છે.

NCERTની યોજનાનો અમલ કરવા ઇચ્છતી શાળાઓની યાદી બોર્ડે મંગાવી

પાયલોટ પ્રોજેક્ટ અંગ્રેજી માધ્યમમાં ચાલુ હતો

અન્ય સમાચારો પણ છે...