તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બરની આજની બેઠક તોફાની બનવાની આશંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્ટિકલ ઓફ એસોસિએશનના મુદ્દે આજે સોમવારે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મળનારી સ્પેશ્યલ મેનેજિંગ કમિટીની બેઠક તોફાની બને તો નવાઈ નહીં. હાલના હોદ્દેદારો દ્વારા ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના બંધારણમાં 4 જરૂરી ફેરફાર કરવા અંગે તૈયારી બતાવાઈ છે. જેમાં 149થી વધુ મેનેજિંગ કમિટીના સભ્યોને ઘટાડી માત્ર 49ની સંખ્યા રાખવા તેમ જ તેમાં 22 પૈકી માત્ર 5 માજી પ્રમુખોને સ્થાન આપવાની નીતિ સામે આજે માજી પ્રમુખો અને કમિટી સભ્યો વિરોધ રજૂ કરશે. સભ્યોના વિરોધને લઇ સભા તોફાની બનવાની અશંકા છે.

અન્ય સમાચારો પણ છે...