• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જમીન, હીરા તથા કાપડમાં કરાતી ચીટિંગ સામે અલાયદું સેલ બનશે

જમીન, હીરા તથા કાપડમાં કરાતી ચીટિંગ સામે અલાયદું સેલ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલમાર્કેટ, ડાયમંડ માર્કેટ તેમજ જમીન પ્રકરણમાં વધતા છેતરપિંડીના બનાવોને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘આર્થિક ગુના નિવારણ સેલ’ ની રચના કરવાના રાજ્ય સરકારે લીધેલા નિર્ણય બાદ હવે ક્રાઈમબ્રાંચ હેઠળ સેલની રચના માટે તૈયારી શરૂ થઈ ચુકી છે.

ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ પાસેથી ઉધાર લીધેલા માલનું પેમેન્ટ કરીને છેતરપિંડી કરવાના ગુના વધી રહ્યા છે. હીરાબજાર અને જમીનોના કેસોમાં પણ છેતરપિંડીની ફરીયાદો ઉઠી રહી છે. બાબતોને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા આર્થિક ગુના આચરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. માટે શહેરમાં ક્રાઈમબ્રાંચ હસ્તક આર્થિક ગુના નિવારણ સેલની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ સમક્ષ આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે શહેરમાં ‘આર્થિક ગુના નિવારણ શાખા’ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

મ. પો. કમિ. કક્ષાના અધિકારી ઈનચાર્જ હશે

આર્થિકગુના નિવારણ સેલમાં મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અધિકારી ઈનચાર્જ રહેશે. જે નાયબ પોલીસ કમિશનર(ક્રાઈમ)ના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરશે. સેલમાં 2 પોલીસ ઈન્સ્પેક્ટર, 4 પી.એસ.આઈ., 8 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલની ટીમ રહેશે

25લાખથી વધુ રકમના ગુનાની તપાસ કરશે

આર્થિકગુના નિવારણ સેલ દ્વારા પોલીસ કમિશનરની સૂચનાથી રૂ.25 લાખથી વધુ રકમના આર્થિક ગુનાઓની તપાસ કરવામાં આવશે.

નવા સેલની રચના કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...