ચોરીનું કેમિકલ કારમાં સગેવગે કરતાં 3 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈચ્છાપોરઓએનજીસી રોડ પરથી કારમાં કેમિકલનો જથ્થો સગેવગે કરતા ત્રણને ઈચ્છાપોર પોલીસે શંકાના આધારે ઝડપી પાડ્યા હતા.

ઈચ્છાપોર પોલીસ ઓ.એન.જી.સી. રોડ પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સર્વિસ રોડ પરથી કાર લઈ પસાર થતા ઈસ્તીખાન સફાદખાન ખાન(રહે.કવાસ ગામ) છોટુ એકનાથ ચૌહાણ(રહે.ઈચ્છાપોરગામ) અને અમીતકુમાર બ્રહ્માસીંગ રાજપૂત(રહે. ઈચ્છાપોરગામની હિલચાલ પોલીસને શંકાસ્પદ જણાતા તેઓને અટકાવી તલાશી લીધી હતી. જેમાં વાનમાંથી એમ.ઈ.જી. કેમિકલ ભરેલા બે કેરબા મળી આવ્યા હતા. કેમિકલ બાબતે તેઓ સંતોષકારક જવાબ આપી શકતા કેમિકલનો જથ્થો ચોરીનો હોવાની શંકા ગઈ હતી. ઈચ્છાપોર પોલીસે ત્રણેની ધરપકડ કરી રૂ.4200ની કિંમતના કેમિકલના બે કેરબા તેમજ મારૂતીવાન સહિત રૂ.1.04,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...