પાંડેસરામાં યુવક પર સ્થાનિકોનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંડેસરામાંયુવક પર સ્થાનિક ઇસમોએના હુમલા બાદ યુવકનો મોબાઇલ ગાયબ હોઈ હુમલાખોરોએ મોબાઇલ પણ લૂંટી લીધો હોવાનો આક્ષેપ કરાયો છે.

બમરોલીમાં હરિઓમનગરમાં રહેતા ઓમપ્રકાશ રાજનાથ યાદવ (ઉ.વ 25) મંગળવારે રાત્રે 9 વાગ્યે મહાદેવનગર પાંડેસરા ખાતેથી પસાર થતો હતો ત્યારે ચારથી પાંચ અજાણ્યા ઇસમોએ ઓમપ્રકાશને માર માર્યો હતો. ઓમપ્રકાશને મોઢાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડાયો હતો. તેને સિવિલમાં લઇને આવેલા તેના મિત્ર સાગર રાઉતે જણાવ્યું હતું કે હુમલાખોરો સ્થાનિક રહેવાસી છે. હુમલા સાથે મોબાઇલની લૂંટ કરાઇ હોય એવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...