• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ધારુકાવાલા કોલેજમાં પરીક્ષા ટાણે પાસના આગેવાનોની ખૂલ્લી ગંુડાગીરી

ધારુકાવાલા કોલેજમાં પરીક્ષા ટાણે પાસના આગેવાનોની ખૂલ્લી ગંુડાગીરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરુકાવાલા કોલેજના પ્રિન્સિપાલ જીજ્ઞેશ વધાસીયાએ જણાવ્યું કે, મીકેનીકલના વિપુલ નામના વિદ્યાર્થીએ પરમિશન વિના હાર્દિક પટેલને કોલેજમાં આવવા આમંત્રણ આપ્યું હતું. જેથી હાર્દિક ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી આપી સીધો તેના આગેવાનો સાથે કોલેજ આવી પહોચ્યો હતો. સમયે આર્ટસ કોલેજમાં ઈન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી. જેથી અમે વિપુલ અને તેના મિત્રોને ઓફિસમાં બોલાવી સમજાવી રહ્યા હતા. જેમાં અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ગેરસમજ સર્જાતાં તેમણે નારો લાગાવી કેમ્પસમાં પ્રવેશ લઈ રહ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓે પરીક્ષામાં હેરાન નહીં થાય તે માટે મેનેજમેન્ટે તેમને અટકાવતાં મામલો બિચક્યો હતો અને બન્ને વચ્ચે ઘષર્ણ સર્જાયું હતું.

મોટાવરાછામાં હાર્દિક પટેલનો રાત્રે રોડ શો

સુરત | સુરતમાંક્રાઈમબ્રાંચમાં હાજરી પુરાવા આવેલા હાર્દિક પટેલે ગૂરૂવારે મોટાવરાછા વિસ્તારમાં રોડશો કર્યો હતો. રાત્રે 10 કલાકે મોટાવરાછા વાલકેશ્વર સોસાયટીની વાડી ખાતેથી કાર અને બાઈકના કાફ‌લા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મોટા વરાછા ખાતે આવેલી વાલ્કેશ્વર સોસાયટીની વાડી ખાતેથી રોડશોનુ આયોજન કરાયુ હતુ. જે અંગે સોશિયલ મિડીયા પર મેસેજો પણ ફરતા કરાયા હતા. રાત્રે 10 કલાકે નિકળેલો રોડશો મોટા વરાછા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી પસાર થયો હતો. હાર્દીકના રોડશોને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. રાત્રે 11:30 વાગ્યાના અરસામાં રોડ શો શાંતીપુર્ણ રીતે પુરો થયો હતો.

હાર્દિક વિદ્યાર્થીઓને મળવા માટે ગયો ત્યારે ઈન્ટરનલ પરીક્ષા ચાલતી હતી

અલ્પેશ-ધાર્મિકને અંદર જતા અટકાવનારા શિક્ષકને મારવા લેતાં હોબાળો

આગેવાનો માર્કસ બાબતે રજૂઆત કરવા ગયા હતા!

ઘટનાસ્થળે કેટલાક વિદ્યાર્થીઓમાં એવી ચર્ચા થઈ હતી કે, પાસના વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા ઈન્ટરનલ પરીક્ષામાં યોગ્ય માર્કસ અપાયા ના હતા. જેને લઈ હાર્દિક પટેલ અને તેના આગેવાનો રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ કોલેજમાં ઈન્ટરનલ પરીક્ષાને લઈ કોલેજના મેનેજમેન્ટ સ્ટાફે તેમને અટકવાતા બન્ને વચ્ચે ખુલ્લા હાથે મારા મારી થઈ ગઈ હતી.

વિદ્યાર્થીને બ્રેકમાં પણ બહાર આવવા દીધા

^કોલેજોમાં ભાજપાના અને કોગ્રેસના મંત્રીઓ આવી છે. જેથી અમે અમારા પાસના વિદ્યાર્થીઓને મળવા માટે ગયા હતા. પહેલા કોલેજ બહાર ગલી હતી. ત્યા મળવા માટેનો કાર્યક્રમ હતો. પરંતુ પોલીસે ત્યાં મળવાની ના પાડી અને જણાવ્યું કે, કોલેજમાં વિદ્યાર્થીને મળવાના છો તો કોલેજમાં જઈ મળો. જેથી અમારા કાર્યક્રતાઓ પાસના વિદ્યાર્થીઓ ને મળવા જાત પ્રોફેસરોએ અટકાવ્યા હતા. જેથી અમે કોલેજના મેનેજમેન્ટ સ્ટાફને મળવા માટે રજૂઆત કરી હતી. જેમાં તેઓએ ખરાબ વર્તન કરતા મામલો ગરમાયો હતો. > ધાર્મિકમાલવિયા, આગેવાન,પાસ

ધારુકાવાળા કોલેજમાં પ્રવેશ બાબતે પાસના કાર્યકર્તાઓને કોલેજ મેનેજમેન્ટ સાથે માથાકુટ થઇ મામલો બિચક્યો હતો. તસવીર- મનોજ તેરૈયા

અન્ય સમાચારો પણ છે...