તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નકલી પોલીસે યુવકને બ્લેકમેઇલ કરી રૂપિયા 1 લાખ પડાવી લીધા

નકલી પોલીસે યુવકને બ્લેકમેઇલ કરી રૂપિયા 1 લાખ પડાવી લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | શહેરના નાનપુરા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં ડૉક્ટરના ક્લિનીકમાં નોકરી કરતા યુવકને રીયા નામની યુવતીએ ઓલપાડ કોલેજમાં સાથે ભણતા હોવાની વાત જણાવી ઘરે મળવા માટે બોલાવીને પોલીસના નામે યુવતીના ત્રણ સાગરિતોએ એક લાખનો તોડ કરી લીધો હતો.

ઓલપાડના ભાદોલ દેસાઈ ફળિયામાં રહેતા અમિતકુમાર પ્રભાતસંગ સોલંકી 15મી જૂને ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં રીયા નામની યુવતીએ કોલ કરી કહ્યું કે મારે તને મળવું છે, જોકે તેણે અત્યારે હું દવાખાને જાઉં છું કહી રીયાએ તેના પતિની સાથે મારી વાત કરાવી, તેના પતિએ મને કહ્યું કે મારૂ ઘર રસ્તામાં છે ઊભા ઊભા મળતા જાવ, જેથી અમિતે હા પાડી હતી.

અમરોલી છાપરાભાઠા વ્હાઈટ સોલીટર એપાર્ટમેન્ટમાં ડી-204માં બીજા માળે રીયાને મળવા ગયો હતો. પહેલા ફ્લેટનો દરવાજો કોઈ અજાણી મહિલાએ ખોલ્યો બાદમાં અંદર મને બેસાડ્યો હતો. થોડીવારમાં એક મહિલા બહાર આવી પરંતુ તે રીયા ન હતી, તેવામાં ત્રણ શખ્સો પણ ફ્લેટમાં આવી દરવાજો બંધ કરી દીધો હતો. ત્રણેય જણાએ પોલીસ તરીકે ઓળખ આપી તેની પાસે હાથકડી પણ હતી. તારા ધંધા હજુ બંધ કરેલ નથી. એમ કહીને અમિતને મહિલાએ તમાચો ઠોકી દીધો હતો. અમિતના ખિસ્સામાંથી મોબાઈલ અને પર્સ કાઢી લીધું હતું.

ત્રણેય જણાએ મને રૂમમાં લઇ જઇ કપડા ઉતારીને લેડીઝને બાજુમાં ઊભી રાખીને મોબાઇલમાં ફોટા પાડી લઈ પોલીસ સ્ટેશને અને ન્યૂઝપેપરમાં આપી દેવાની ચીમકી આપી હતી. ત્રણેય જણાએ મામલો પતાવવા માટે એક લાખની માંગણી કરી હતી. જોકે, અમિત પાસે દિકરાઓ માટે રાખેલી 30 હજારની રકમ પડેલી હતી તે આપી દીધી હતી. જ્યારે 70 હજારની રકમ અમિતે મિત્ર પાસેથી લઈને ચુકવી તેના ફોટા ડિલીટ કર્યા હતા. બદનામીના ડરને કારણે તેણે આ વાત કોઈને કરી ન હતી.

થોડા દિવસો પછી મિત્રને વાત કરી હતી. જેથી મિત્ર સાથે જે જગ્યાએ બનાવ બન્યો તે ફ્લેટમાં ગયા હતા. જ્યાં મહિલાએ હું કોઈને ઓળખતી નથી એવું કહી દીધું હતું. છેવટે મિત્રની મદદથી અમિતે પોલીસ ફરિયાદ કરવા માટે અમરોલી પોલીસ સ્ટેશને ગયો હતો.

પોલીસે તેની આપવીતી સાંભળીને આખરે પોલીસના નામે તોડ કરતા ત્રણ બદમાશો અને રીયા નામની મહિલાની સામે ગુનો નોંધ્યો છે. રીયા આવી રીતે છેલ્લા ચાર-પાંચ દિવસથી અમિતને કોલ કરતી હતી. વધુમાં અમિત સોલંકી નાનપુરા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં ડૉ.ચોકસીના ક્લિનીકમાં નોકરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...