તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હીરા મેનેજરે ભાગીદારીમાં પ્લોટમાં રોકાણ કરવામાં 1.86 કરોડ ગુમાવ્યા

હીરા મેનેજરે ભાગીદારીમાં પ્લોટમાં રોકાણ કરવામાં 1.86 કરોડ ગુમાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | હીરા મેનેજરે મિત્રની સાથે જમીનમાં રોકાણ કરવામાં 1.86 કરોડની રકમ ગુમાવી પડી છે. જેને પગલે સરથાણા પોલીસે પાર્થ ડેવલોપરના બિલ્ડર તેમજ ભાગીદાર સહિત ચારની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રૂપિયા 4.48 કરોડમાં સોદો નક્કી કર્યો હતો, બિલ્ડર સહિત ભાગીદારો મળીને 4 સામે પોલીસે ગુનો નોંધ્યો
સરથાણા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના વતની અને સરથાણા વીટીનગર સોસાયટીમાં રહેતા અને વ્રજ ડાયમંડ હીરાની પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા સંજયભાઇ ધનજીભાઇ કોલડીયાને વર્ષ 2016માં મિત્ર હસમુખ ઉર્ફે હર્ષદ બેડે જમીનમાં રોકાણ કરવાની વાત કરી હતી.

જેથી હીરા મેનેજરે તેના પર આંધળો વિશ્વાસ મુકી સાયણ ખાતે સોમનાથ રેસીડન્સીમાં પ્લોટ નં-78 અને 88 પ્લોટોમાં રોકાણ કર્યું હતું, આ માટે પાર્થ ડેવલોપરના ભાગીદાર કમલેશ ગોધાણી અને શીવલાલ બોરસીયા સાથે બન્ને પ્લોટોનો રૂ.4.48 કરોડનો સોદો નક્કી કર્યા હતો. સોદો નક્કી કરી બાના પેટે અને હપ્તા પેટે મળીને 1.86 કરોડની રકમ મિત્ર હસમુખ બેડના હસ્તે બિલ્ડર કમલેશ અને તેના ભાગીદાર શિવલાલ-હરેશ ડોંડાને આપી હતી.

14 મહિનામાં તમામ પેમેન્ટ પુરુ કરવાની વાત કરી હતી. જોકે, સંજયનો ભાગીદાર હસમુખ ઉર્ફે હર્ષદ બેડથી પેમેન્ટ પુરુ ન થતા સંજયે તેના ભાગીદાર હસમુખને નાણાં બાબતે લખાણ કરી આપવા કહેતા તેણે 6-1-18એ સમજૂતી કરાર કરી આપ્યો હતો. આ બાબતે હીરા મેનેજર સરથાણા જકાતનાકા પાસે ગોકુળમ આર્કેડની ઓફિસમાં બિલ્ડર અને તેના ભાગીદારોને મળવા ગયો હતો. આ પ્લોટની બાબતે હીરા મેનેજરને સાતાખત કરી આપવાની ના પાડી પ્લોટ વેચાય પછી પૈસા ચુકતે કરવાની બિલ્ડર અને તેના ભાગીદારોએ વાત કરી કરોડોની રકમ ચાંઉ કરી ગયા હતા.

કમલેશ ગોધાણી, શિવલાલ બોરસીયા, હરીશ ડોંડા અને ભાગીદાર હસમુખ બેડ સામે ફરિયાદ
આખરે હીરા મેનેજરે સરથાણા પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે પાર્થ ડેવલોપરના બિલ્ડર કમલેશ મેઘજી ગોધાણી(રહે,શિવશકિત રેસીડન્સી, પાસોદરા), બિલ્ડરના ભાગીદાર શીવલાલ ધનજી બોરસીયા (રહે,માધવ મંદિર સોસાયટી, ડભોલી, વેડરોડ), હરીશ જીવરાજ ડોંડા(રહે,પુનિતધામ સોસાયટી, મોટા વરાછા) તેમજ હીરા મેનેજર સંજયનો ભાગીદાર હસમુખ ઉર્ફે હર્ષદ લક્ષ્મણ બેડ(રહે,પ્રમુખ પાર્ક સોસાયટી,પુણાગામ)ની સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...