તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડુમસમાં મંગેતર સાથે ફરવા માટે ગયેલા યુવકનું અચાનક બેભાન થઈ જતાં બાદ મોત

ડુમસમાં મંગેતર સાથે ફરવા માટે ગયેલા યુવકનું અચાનક બેભાન થઈ જતાં બાદ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નવાગામ ડિંડોલી પ્રિયંકા સોસાયટી ખાતે રહેતા સંદિપ ગોવિંદભાઈ પાટીલ ઈંડાની લારી ચલાવતા હતા. ગત ફેબ્રુઆરી માસમાં તેમની સગાઈ હતી. ગુરુવારના રોજ તેઓ તેમની મંગેતર સાથે ડુમસ ફરવા માટે ગયા હતા. ડુમસમાં લવગાર્ડન ચર્ચની સામે તેઓ બેઠા હતા. ત્યારે અચાનક તેમનો શ્વાસ રૂંધાવા માંડ્યો હતો અને તેમણે પાણી પીવા માટે માંગ્યું હતું. પાણી પીધા બાદ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે તેમનું મોત ક્યા કારણોસર થયું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. છેલ્લા ત્રણેક દિવસથી તેઓ બીમાર હોવાનું જાણવા મળ્યું હતું.

પાલિકાના સેન્ટ્રલ ઝોનના આકારણી વિભાગના ક્લાર્કનો પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત
સુરત | અડાજણ પાલનપુર જકાતનાકા પંકજ નગર ખાતે રહેતા જીજ્ઞેશભાઈ રણછોડભાઈ ચૌધરી(37) પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આકારણી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. એક વર્ષ અગાઉ જ તેમની તાલીમાર્થી તરીકે નિમણુંક થઈ હતી. ગુરુવારે સાંજે તેઓ ઓફિસેથી ઘરે પહોંચ્યા બાદ રાત્રે તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે તેમણે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી. મૃતક જીજ્ઞેશભાઈ પર વર્ક લોડ વધુ હોવાનું તેમજ હાલમાં બીલીંગ તેમજ મતદાર યાદીની કામગીરીમાં પણ તેમને વધારાની જવાબદારી આપવામાં આવી હોવાથી તેઓ છેલ્લા કેટલાક દિવસથી તણાવમાં રહેતા હોવાનું પાલિકાના સુત્રો પાસે જાણવા મળ્યું હતું.

પર્વત પાટીયાની એક સોસાયટીમાંથી આશરે પાંચ મહિનાનું ભ્રુણ મળી આવ્યું
સુરત | પરવત પાટીયા અર્ચના સ્કુલ રોડ વિજય નગર સોસાયટીમાં ઘર નં.133ની સામેથી શુક્રવારે સવારે એક નવજાત આશરે પાંચ મહિનાના બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. દુકાનની સામે પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી ફેંકી દેવાયેલા ભ્રુણને કાગળાઓ ફોલી રહ્યા હોવાથી દુકાનદારને થોડુ અજુગતું લાગતા તે જોવા ગયા હતો. કોથળીમાં ભ્રુણ હોવાની જાણ થતા તેણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પુણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે નજીકના સીસી ટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા સવારે 6 વાગ્યાના અરસામાં એક મહિલા આવીને દુકાનના ઓટલા પર બેસીને થોડો સમય બાદ જતી રહેતી હોવાનું સામે આવતાં આ મહિલાએ જ ભ્રુણનો ત્યાં નિકાલ કર્યો હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. પુણા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

અફવાનો ઓડિયો વાયરલ કરનારી મહિલા સુધી પહોંચવા પોલીસે 1,200 મેસેજ ચેક કર્યા
સુરત | બાળકો ઉઠાવી જનારી ગેંગ સક્રિય હોવા અંગેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારી અજાણી મહિલા સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો તેનાચાર દિવસમાં પોલીસે 500 જેટલા વોટ્સએપ ગ્રુપ અને 1,200 જેટલા લોકોના મેસેજ જોયા છે, 100થી વધઉ લોકોની પૂછપરછ કરી છે આમ છતાં હજુ સુધી ઓડિયો વાયરલ કરનારી મહિલા કોણω એ નક્કી કરવાનું કામ પોલીસ માટે દૂરનું દૂર જ રહ્યું છે. ગઈ તા. 23મીએ કોઇ અજાણી મહિલાએ સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ કર્યો હતો. જેમાં બાળકો ઉઠાવી જનારી ગેંગ સક્રિય હોવાનો ઉલ્લેખ છે. આ રીતે ખોટી અફવા ફેલાવી લોકોમાં ભય ઉભો કરવા બદલ અજાણી મહિલા સામે તા. 26-6-18ના રોજ ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ પોસઈ એમ.એસ. ત્રિવેદીને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...