તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હત્યાના આરોપીએ નવસારી કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની પરવાનગી માગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાના આરોપીએ નવસારી કોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની પરવાનગી માગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10વર્ષથી જેલવાસ ભોગવી રહેલા આરોપીએ નવસારી સેશન્સ કોર્ટના જજને ઈચ્છામૃત્યુની પરવાનગી આપતી લેખિત રજૂઆત કરતા બાબત હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરોપીના 10 વર્ષના સમયગાળામાં જામીન પણ નહીં થતા મામલો વધુ પેચીદો બન્યો છે. આરોપીએ રાજ્યપાલ અને કાયદામંત્રીને સમક્ષ ન્યાયની માંગણી કરી છે.

સુરતની મધ્યસ્થ જેલ લાજપોરમાં હાલ આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા વિજય રાધેશ્યામ અગ્રવાલે નવસારી સેશન્સ કોર્ટ સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે. જેને લઈને નવસારી કોર્ટ સંકુલમાં બાબત હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. હત્યાના આરોપસર વિજય અગ્રવાલ જેલવાસ ભોગવી રહ્યો છે. 2007માં તેના સાથીદારને અન્ય શખ્સ સાથે મળીને હત્યા કરવાનો તેના પર આરોપ મુક્યો હતો. 2007માં તેને કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. પછીના 10 વર્ષ વિતવા છતાં તેણે તેના ઘરનો દરવાજો સુદ્ધાં જોયો નથી કારણ કે તેને આજદિન સુધી જામીન પણ મળ્યા નથી. જેના કારણે તેના જીવનથી જેલવાસ ભોગવીને કંટાળી ગયો છે. રજૂઆતમાં તેણે પોતાની જિંદગી નર્ક સમાન હોવાનું ગણાવી પોતે વ્યવસ્થિત જીવન જીવી શક્યાનો અફસોસ વ્યક્ત કરી ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી છે. . 10 વર્ષથી કેસ ચાલ્યો નથી તેવા સંજોગોમાં જીવતા જીવ ઘર પરિવારને મળી શકાશે તેવું લાગતું હોવાનું જણાવી ઈચ્છામૃત્યુ આપવા તેણે લેખિત રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે ન્યાયની રાહ જોતો આરોપી ગઈકાલથી આમરણ ઉપવાસ પર ઉતરી ગયાની માહિતી સાંપડી છે.

હાઈકોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી

આરોપીવિજય અગ્રવાલના નવસારીના વકીલ વિજયભાઈ નાઈકે જણાવ્યું હતું કે આજે (શુક્રવાર) હાઈકોર્ટમાં આરોપીની જામીન અરજી અંગે સુનાવણી થશે. હાલ લાજપોર જેલમાં આરોપી ઉપવાસ ઉપર છે.

આરોપી વિજય અગ્રવાલ સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં આમરણ ઉપવાસ પર બેસી ગયો હોવાની માહિતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો