તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીની હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વેડ ખાતે વિધવા રાગીણીબેન વિરાસ તેની દિકરી મીસા (27) (નામ બદલ્યા છે) સહિત પરિવાર સાથે રહે છે. મીસા કેટરીંગનું કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. જોકે, તેના મહોલ્લામાં રહેતા માથાભારે ક્રિષ્નાની તેણી પર દાનત બગડી હતી. એકલી જતીઆવતી વેળા ક્રિષ્ના તેની છેડતી કરી પરેશાન કરતો હતો. બુધવારે રાત્રે ક્રિષ્ના ચાર મિત્રો સાથે આવી મીસાનું અપહરણ કરી વરિયાવના અવાવરૂ સ્થાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણે પેટ્રોલ છાંટીને મીસાને જીવતી ભુંજી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ક્રિષ્નાના મિત્રો હિતેશ, સન્ની તેમજ બે કીશોરોને ઝડપી પાડ્યા હતા. બુધવારે ક્રિષ્ના ડભોલી સર્કલ પાસે આવ્યો હોવાની બાતમી મળતા ચોક બજાર પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો