તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતમાં 20 વર્ષે પોસ્ટમેનની પરીક્ષા માટે સેન્ટર ફાળવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં 20 વર્ષે પોસ્ટમેનની પરીક્ષા માટે સેન્ટર ફાળવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતભરમાંપોસ્ટમેનોની ભરતી માટે આગામી 24મી જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. 20 વર્ષમાં પહેલીવાર સરકારે પોસ્ટમેનની પરીક્ષા માટે સ્માર્ટ સીટી સુરતને સેન્ટર આપ્યું છે બાકી પહેલા તો પોસ્ટમેનોની ભરતી માટેની પરીક્ષા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોએ અમદાવાદ અને વડોદરા સુધી જવુ પડતું હતું. સુરતમાં આમ તો છેલ્લા 20 વર્ષથી પોસ્ટમેનોની ઘટ છે ઉપરથી સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી હતી. જ્યારે હાલમાં સરકારે પોસ્ટમેનોની ભરતીની પ્રકિયા માટેની પ્રોસેસ શરૂ કરી હતી.

જેને લઈને આગામી રવિવારે 24મી જુલાઈએ પોસ્ટમેનોની ભરતી માટે પરીક્ષા રાખવામાં આવી છે.જેમાં ગુજરાતભરમાંથી 1.80 લાખથી વધુ લોકો પોસ્ટમેનની પરીક્ષા આપશે. પોસ્ટમેનની પરીક્ષા માટેના સેન્ટરોમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ રાખવામાં આવે છે.

જ્યારે વખતે પહેલીવાર 20 વર્ષ પછી સુરતને પરીક્ષા માટેનું સેન્ટર આપવામાં આવ્યું છે. જેનાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોએ સુરતમાં પોસ્ટમેનની પરીક્ષા આપી શકશે. સુરત શહેરની શાળા -કોલેજ મળીને 61 સેન્ટરો પર પોસ્ટમેનની પરીક્ષા લેવામાં આવશે અને લગભગ 36 હજારથી વધુ લોકો પરીક્ષા આપશે. ઉપરાંત 31મી જુલાઈએ ફરજ બજાવતા પોસ્ટમેનોનું કલાર્કમાં પ્રમોશન કરવા માટે ખાતાકીય પરીક્ષા વડોદરા પોસ્ટલ ટ્રેનીંગ સેન્ટરમાં લેવાશે.

શહેરમાં 61 સ્થળે 24મીએ પરીક્ષા યોજાશે

પરીક્ષામાં પોસ્ટલ સ્ટાફ સુપરવિઝન કરશે

સુરતમાં24મી જુલાઈએ પોસ્ટમેનની પરીક્ષા માટેનું સેન્ટર રાખવામાં આવ્યું છે. જેમાં સુરત,બારડોલી,ભરૂચ,નવસારી અને વલસાડ પોસ્ટલ વિભાગનો સ્ટાફ પરીક્ષાનું સુપરવિઝન કરશે અને માટે સ્ટાફને પરીક્ષા વખતે કેવી રીતે કામગીરી કરવાની તે બાબતેની ટ્રેનીંગ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો