તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2.20 લાખની લૂંટ કરી ટોળકી રિક્ષામાં ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધુલીયાખાતે રહેતા ઝવેરી મોતીરામ કાંતિલાલ ચૌધરી (ઉ.વ.32)સુરતમાં લીબાંયતમાં મહારાણા પ્રતાપનગર પાસે રહેતા મિત્ર ગોકુળભાઈના ઘરે રહીને સોનાના ઘરેણા બનાવવા માટે અવર નવર આવે છે. આજે પણ તેઓ મિત્રને ત્યાં આવીને રાત્રે રોકડ રકમ રૂ.1.60 લાખ થેલામાં લઈને નીકળી ધુલીયા જવા માટે બસ સ્ટેન્ડ સુધી જવા માટે રીક્ષામાં નીકળ્યા હતા. રસ્તામાંથી અજાણ્યા ત્રણ થી ચાર ઈસમોએ તેમની સાથે રીક્ષામાં બેસી ગયા હતા અને ઝવેરી કંઈ બોલે તે પહેલા તેના માથામાં તિક્ષ્ય હથિયારના ઘા ઝીંકી તેના હાથમાં રૂ.1.60 લાખની રોકડ તેમજ સોનાની વીટીં અને ચેઈન મળીને રૂ.2.20 લાખની લૂંટ કરીને ઝવેરીને રીક્ષામાંથી બહાર ફેકી ભાગી ગયા હતા.બીજી તરફ કોઈ જાણભેદુ હોવાની આંશકા પોલીસને લાગી રહી છે અને ઝવેરીની તમામ ગતિવિધિઓથી પણ તે વાફેક હોય શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો