તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ઉપમિતિ કથા’ પર દૈનિક પ્રવચન થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વનાંસૌથી પ્રથમ મનોવિજ્ઞાનનું પુસ્તક લખનાર લેખક કોણ? પ્રશ્નનો જવાબ જર્મનીના પ્રખ્યાત વિદ્ધાન હર્મન જેકોલી આપેલો કે ઉપમિતિ કથાનાં સર્જન શ્રી સિદ્ધર્ષિ ગણિવર. આજથી 1111 વર્ષ પૂર્વે બનેલ કથા છેલ્લા 3000 વર્ષનાં ભારતીય સાહિત્ય નહી બલ્કે વિશ્વ સાહિત્યમાં સાચા અર્થમાં અદ્વિતિય છે. જેમા માનવમનમાં જાગતા દરેક ભાવોને મૂર્ત કરવામાં આવ્યા છે. 16 હજારથી વધુ શ્ર્લોકો વાળી રચનાને સાઇકોલોજિકલ એન્સાઇક્લોપીડિયાનું નામ આપી શકાય. માનવમનને સમજી વૈરાગ્ય જગાવતા અદ્દભુત ગ્રંથનાં દૈનિક પ્રવચનો શ્રી શાંતિ કનક જૈન સંઘમાં આશ્રિતગણ હિતચિંતક જૈનાચાર્ય જિનચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાનાં પ્રશિષ્ય રત્ન તથા જિનશાસનમાં વૈરાગ્યની પ્રવચનવાણીથી મશહૂર, આધ્યાત્મિક દેશનાં દાતા જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી મહારાજ સોમવારથી શનિવાર રોજ સવારે 9:15 કલાકે પ્રવચન ફરમાવશે. ગુરુભક્ત રવિન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, નાસ્તિકને પણ આસ્તિક બનાવે તેવી લોજિકલ પ્રવચન શૈલીથી સેંકડોને વૈરાગ્ય અને વિરતીના ભાવો જગાડનારા જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીનાં શ્રીમુખે વૈરાગ્યના સર્વોત્કૃષ્ટ ગ્રંથને સાંભળવા આતુર ધર્મપ્રેમી શ્રોતાઓની આતુરતાનો આજે અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો